Monday, July 27, 2026
HomeGeneralભરતી કૌભાંડનો વિડીયો વાઇરલ થતાં BJPએ નેતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા

ભરતી કૌભાંડનો વિડીયો વાઇરલ થતાં BJPએ નેતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.છોટાઉદેપુર: ભાજપના જશુ ભીલનો Video સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં કંડકટરની ભરતી વખતે યુવક પાસેથી પૈસા લીધા હોવા છતાં નોકરી ન મળી હોવાની વાતચીત સામે છે. આ Video વાયરલ થતાં નોકરી માટે પૈસા લેવાના મામલે જશુ ભીલને 6 વર્ષ માટે ભાજપે કર્યા સસ્પેન્ડ કરી દીધા છે.



છોટાઉદેપુર જિલ્લા ભજાપના પ્રમુખ જશુભીલ રહી ચૂક્યા છે. ઉપરાંત ગુજરાતના એસ.ટી નિગમના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. અગાઉની કંડકટરની ભરતીમાં જશુભીલને યુવકે નોકરી લગાવવા માટે રૂપિયા આપ્યા હતા. પરંતુ નોંકરી ન મળી હોવાના કારણે યુવક રૂપિયા પરત મેળવવા માટે ગયો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા Videoમાં યુવક કહી રહ્યો છે કે આ ભરતી બાદ બીજી ભરતી આવી હતી અને તેમાં લોકો લાગી પણ ગયા, મે તો વ્યાજે પૈસા લઈને આપ્યા હતા, હવે તો આ ભરતી થવાની નથી, અમારા ફોન પણ નથી ઊપડતાં તમે, આ પૈસા અમને મળશે કે ભૂલી જવાના ?, બે – અઢી વર્ષ થઈ ગયા પૈસા આપ્યા એને.

- Advertisement -





જ્યારે બીજી બાજુથી ભાજપના જશુ ભીલ કહી રહ્યા છે કે 30 તારીખ પછી એસ.ટીની ઓફિસ ખુલશે પછી ત્યાં જઈને લઈ આવીશ એટ્લે તમને આપીશ. તમે વધુ ભાષણ કરશો તો હું કશું નહીં કરું, મે તો સેવા કરી છે, 56ની છાતી ઠોકીને કહું છું હું તમને પૈસા પરત કરાવીશ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular