Sunday, July 26, 2026
HomeGujaratહિંમતનગરમાં દિપડો હોવાની આશંકાને લઈ સ્થાનિકોમાં ફફડાટ

હિંમતનગરમાં દિપડો હોવાની આશંકાને લઈ સ્થાનિકોમાં ફફડાટ

- Advertisement -

નવજીવ ન્યૂઝ. સાબરકાંઠા: Sabarkantha News: સાબરકાઠાના હિંમતનગરમાં (Himmatnagar)રહેણાક વિસ્તારમાં થોડા સમય અગાઉ શંકાસ્પદ દિપડો (leopard) દેખાયાની ધટનાને લઈ સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જંગલી પ્રાણી ફરી રહ્યા હોવાની વાતને લોકોએ બી-ડીવીઝન પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી. તેથી લોકોની સુરક્ષા માટે શંકાસ્પદ પ્રાણીને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું હતું. જોકે બે દિવસની કાર્યવાહી બાદ કંઈ ન મળતા પાંજરું હટાવી લેવામાં આવ્યું છે.

હિંમતનગરમાં છ દિવસ પહેલા ચાંદનગર વિસ્તારમાં દરગાહ પાસે સ્થાનિકોએ જંગલી પ્રાણી આવ્યું હોવાને લઈને વન વિભાગને જાણ કરી હતી. જંગલી પ્રાણી હોવાના અહેવાલો બાદ વન વિભાગે સુરક્ષાના કારણોસર દરગાહ પાસેના જંગલ વિસ્તારમાં પાંજરું અને ટ્રેક કેમરા મુક્યા હતા. જેકે બે દિવસ બાદ કેમેરમાં કંઈ શંકાસ્પદ દેખાયું ન હતું, તેમજ પાજરામાં કોઈ પ્રાણી કેદ ન થતા વન વિભાગે પાંજરું હટાવી લેવાનો નિર્ણય કર્યો હતો.

- Advertisement -

ત્યારે હવે ચાર દિવસથી હાથમતી નદી કિનારાના પરબડા ભોલેશ્વરમાં વણઝારા વાસ પાસે દીપડો આવતો હોવાને લઈને સ્થાનિકોની ફરિયાદ ઉઠી હતી. જેને લઈને વન વિભાગે સોમવારે ફરી એક વખત હરકતમાં આવી હાથમતી નદી કિનારામાં બે ટીમો દ્વારા સત્તત ત્રણ કલાક ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું, પરંતુ કોઈ દિપડો દેખાયો ન હતો. દરમિયાન વણઝારા વાસ અને પરબડા વચ્ચેના હાથમતી નદી પરના બેઠા પુલ પર નદીમાં દીપડો દેખાયો હોવાનો ફોટો સોશિયલ મિડીયામાં વાઈરલ થયા બાદ બી-ડીવીઝન પોલીસ અને વન વિભાગે સોમવારે સાંજે ફરી હરકતમાં આવ્યું અને હાથમતી નદીમાં જંગલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી રાત્રે પરબડાના નદી કિનારે આવેલા સ્મશાન પાસે પાંજરું મુકવામાં આવ્યું છે. તેની સાથે બે ટ્રેક કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા, પરંતુ આજે સવાર સુધીમાં પાંજરું ખાલી હતું. કેમેરામાં પણ કઈ જોવા મળ્યું ન હતું.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular