Thursday, April 23, 2026
HomeGujaratAhmedabadગુજરાત હાઇકોર્ટનું ધ્વજા રોહણ રહ્યું સૌથી ખાસ, પ્રથમ વખત મહિલા ચીફ જસ્ટીસે...

ગુજરાત હાઇકોર્ટનું ધ્વજા રોહણ રહ્યું સૌથી ખાસ, પ્રથમ વખત મહિલા ચીફ જસ્ટીસે કર્યું ધ્વજારોહણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ : દેશમાં સ્વતંત્રતા પર્વની (independence day 2023) જોરશોરથી ઉજવણી ચાલી રહી છે. ત્યારે આજરોજ ગુજરાત હાઇકોર્ટથી (Gujarat High Court) સ્વતંત્રતા પર્વની ઉજવણીના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજરોજ પ્રત્યેક વર્ષની માફક ગુજરાત હાઇકોર્ટના પટાંગણમાં સ્વતંત્રતા પર્વ નિમિતે ધ્વજારોહણ (hoist the flag) કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે હાઇકોર્ટના પટાંગણમાં પ્રથમ વખત મહિલા ચીફ જસ્ટીસે ધ્વજારોહણ કર્યું હતું. આમ વર્ષ 2023ના સ્વતંત્રતા પર્વની ઉજવણી હાઇકોર્ટ, રાજ્ય અને દેશ માટે ખાસ રહી તેમ કહી શકાય.

દેશની આઝાદીના પર્વથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં પણ આઝાદી પર્વ નિમિતે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટીસ એમ.આર. શાહ પર હાજર રહ્યા હતા. પરંતુ આ ધ્વજારોહણ કાર્યક્રમ ખાસ રહ્યો કારણ કે રાજ્યની હાઇકોર્ટમાં સૌ પ્રથમ વખત મહિલા ચીફ જસ્ટીસે ધ્વજા રોહણ કર્યું હતું. આજરોજ ગુજરાત હાઇકોર્ટમાં પ્રથમ વખત મહિલા ચીફ ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલે ધ્વજા રોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular