Wednesday, December 11, 2024
HomeGujaratBhavnagarપંજાબ પોલીસે ભાવનગરથી 3 આરોપી પકડ્યા, કરોડો રૂ.ની છેતરપિંડીનો મામલો: સુત્રો

પંજાબ પોલીસે ભાવનગરથી 3 આરોપી પકડ્યા, કરોડો રૂ.ની છેતરપિંડીનો મામલો: સુત્રો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: આજરોજ ભાવનગર (Bhavnagar) ખાતેથી પંજાબ પોલીસે (Punjab Police) 3 આરોપીની ધરપકડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ પંજાબ પોલીસે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં (Fraud Case) 3 આરોપીની ભાવનગર જિલ્લામાંથી ધરપકડ કરી છે. હાલ આ ત્રણેય આરોપી ભરતનગર અર્બન પોલીસ સ્ટેશન ખાતે લૉકઅપમાં રાખવામાં આવ્યા છે.

મળતી વિગતો અનુસાર પંજાબ પોલીસે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસ મામલે ભાવનગરમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. હાલ પોલીસે પકડાયેલા આરોપી જયદીય વિરેન્દ્ર રાઠોડ, રવિ વાળા અને ભોજુભાઈ ચોપડાને ભરતનગર અર્બન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. સુત્રો પાસેથી માહિતી મળી રહી છે આરોપી વિરૂધ્ધ અગાઉ વર્ષ 2021માં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાઇ ચૂક્યો છે.

- Advertisement -

હાલ પંજાબ પોલીસે પકડેલા આરોપીને પંજાબ લઈ જવા માટે કાર્યાવાહી શરૂ કરી છે. જેમાં આરોપીઓને ટ્રાન્ઝીટ રિમાન્ડની કાર્યાવાહી બાદ પંજાબના મોહાલી ખાતે લઈ જવામાં આવશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular