નવજીવન ન્યૂઝ. સુરતઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad-Mumbai National Highway) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પાસે ડમ્પર અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર ડમ્પરને સાઈડમાં ઊભું રાખી તેનું રિપેરિંગ કરી રહ્યો હતો દરમિયાન અચાનક ધડાકાભેર આઈસર ટેમ્પો ઘુસી આવ્યો આવ્યો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જોકે અકસ્માત બાદ મૃતદેહને બહાર કાઠવા માટે ભારે જેહમત ઉઠાવવી પડી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતમાંથી પસાર થતા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર માંગરોળના સવા પાટીયા નજીક મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરમાં પંચર પડતા રોડની સાઈડમાં પાર્ક કરીને બે વ્યક્તિઓ તેને ટાયર બદલવાની કામગીરી કરી રહ્યા હતા દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી એક આઈસર ટેમ્પો ડમ્પરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં આઈશર ટેમ્પોનો કેબીનનો બુકડો બોલી ગયો હતો.
આ પણ વાંચો: સ્પા સંચાલક મહિલાએ વેપારીને મિત્ર બનાવી ન કરવાનું કર્યું, વેપારીને મિત્રતા 25 લાખમાં પડી!
ડમ્પર ચાલક રામઈકબાલ ચૌહાણ છોટાઉદેપુરથી રેતી ભરીને કડોદરા ખાલી કરવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન માંગરોળના સવા પાટીયા નજીક ડમ્પરમાં પંચર પડ્યું હતું. ડમ્પરમાં પંચર પડતા ડમ્પરને હાઈવેની સાઈડમાં પાર્ક કરવામાં આવ્યું હતું. ડમ્પરમાં રિપેરીંગ કરવા માટે રેતીના પ્લાન્ટ પરથી ધવલ દૂધાત અને મિતેશ ડામોર આવ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે હાઈવે પરથી પસાર થતો આઈસર ટેમ્પો(GJ-23-AT-2171) ધડાકાભેર ઘૂસી ગયો હતો. અકસ્માતમાં આઈસર ટેમ્પોના ડ્રાઈવર મહેન્દ્રકુમાર ગૌતમ અને ધવલ દૂધાતનાં મોત થયાં હતાં. અકસ્માત અંગેની જાણકારી પોલીસને કરવામાં આવતા કોસંબા પોલીસના કર્મીએ ઘટના સ્થળે આવી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








