નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજરોજ મંગળવારે હેટ સ્પિચ (Hate Speech)મામલે સુનાવણી હાથ ધરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કરતા કહ્યું હતું કે માત્ર એફ.આઈ.આર. નોંધવાથી હેટ સ્પિચનો અંત નહીં આવે, આ માટે શું કામગીરી કરી તેનો જવાબ આપો.
આજરોજ સુપ્રીમ કોર્ટના જસ્ટીસ કે.એમ. જોસેફ અને બી.વી. નાગરથનાની ખંડપીઠે નફરતી ભાષણ મામલે થયેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી. જે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેટલીક મહત્વની ટિપ્પણીઓ પણ કરી હીત. જેમાં સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું હતું કે, માત્ર ફરિયાદ દાખલ કરવાથી નફરત ભર્યા ભાષણોનો ઉકેલ ન આવી શકે. કોર્ટે ઉમેર્યું હતું કે નફરતી ભાષણ મામલે કોઈ બાંધછોડ ન થઈ શકે. જો રાજ્ય નફરતી ભાષણની સમસ્યાને સ્વિકારે તો જ તેનો ઉકેલ આવી શકે છે. નાગરિકોને હેટ ક્રાઈમથી બચાવવાએ સરકારની પ્રાથમિક ફરજ છે.
મહત્વની વાત છે કે કોર્ટે કહ્યું હતું કે, જ્યારે હેટ ક્રાઈમ સામે કાર્યવાહી નથી કરવામાં આવતી ત્યારે જે વાતાવરણ સર્જાય છે તે ખૂબ જ ખતરનાક છે અને તેને આપણે જીવનમાંથી જડમૂળથી ઉખેડી નાખવું પડે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં નફરતી ભાષણની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. કોઈ વ્યક્તિ વિશેષ હોય કે કોઈ ધર્મ કે સમુદાય લગભગ દરેક બાબતે નફરતી ભાષણની ઘટનાઓ સામે આવી ચૂકી છે. પરંતુ તેમાં મુખ્યત્વે ધર્મને લગતા નફરતી ભાષણ સતત સામે આવતા રહ્યા છે. જેના કારણે કોમી વૈમનસ્ય પેદા થઈ રહ્યું છે અને દેશમાં અરાજકતા ફેલાઈ શકે તેવો માહોલ પેદા થઈ રહ્યો છે. આમ કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે નફરતી ભાષણો મામલે કડકમાં કડક કાર્યવાહી થાય તે ઈચ્છનીય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








