નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat News: અજાણ્યા લોકો સાથે મૈત્રી કરવી ભારે પડતી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સુરતમાં (Surat) આવ્યો છે. સુરતના વેપારીને (Surat Businessman) સ્પા ચલાવતી મહિલા સાથે મિત્રતા (Friendship With Spa Girl) કરવી રૂપિયા 25.43 લાખમાં પડી છે. મહિલાએ બે વર્ષ પહેલા થયેલી મિત્રતા બાદ વેપારીને બંધક બનાવીને ચેક પર જબરજસ્તીથી સહી કરાવી લીધા અને સાથે જ વેપારીના ઘરે લૂંટ (Loot) પણ ચલાવી હતી. ઉપરાંત મહિલા દ્વારા ધમકી આપવામાં આવી હતી કે બનાવ અંગેની જાણ પોલીસ કરશે તો બળાત્કારના કેસમાં ફસાવી દઈશ.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના વેસુ એલ.પી. સવાણી રોડ પર રહેતા અને કપડાના શો રૂમમાં રાખતા પૂતળાનો ધંધો કરતાં 47 વર્ષના વેપારી નરેશ ભણશાલીને બે વર્ષ પહેલા એક મિત્ર દ્વારા અમનદિપકૌર નામની મહિલા સાથે મુલાકાત થતા મિત્રતા થઈ હતી. નરેશના પત્ની સંગીતાનું વર્ષ 2010 માં બિમારીમાં અને માતાનું આઠ મહિના અગાઉ મોત થતા નરેશ હાલમાં બે પુત્ર સાથે રહે છે. જોકે અમનદિપકૌર સાથે મિત્રતા બાદ પારિવારીક સબંધ બંધાતા અમનદિપકૌરએ જણાવ્યું હતું કે, તે રઘુવીર બિઝનેસ હબમાં સ્પા ચલાવે છે અને તેને સંતાનમાં બે દિકરીઓ છે. પતિ સાથે છુટાછેડા થઈ જતા પંજાબમાં રહેતા સિકંદર સાથે બીજા લગ્ન કરીને સુરત રહેવા આવી છે. સિકંદર સાથે પણ છુટાછેડા લઈ લીધા છે પણ અમે સાથે જ રહીએ છીએ.
અમનદિપકૌરની બંને દીકરીઓ નરેશને પપ્પા કહેતી અને અવાર-નવાર નરેશના ઘરે આવતી જતી હતી. અમનદિપકૌરે એક દીકરીને દત્તક લેવાની વાત કરી હતી. થોડા દિવસ પહેલા નરેશે તેની કાર મિત્રન વેચી હતી. જેના 8 લાખ રૂપિયા તેણે પોતાના ઘરમાં રાખ્યા હતા જેની જાણ અમનદિપકૌરની બંને દિકરીઓને હતી. ગત 9 તારીખે અમનદિપ કૌરની દિકરીનો નરેશ પર ફોન આવ્યો અને કહ્યું, પપ્પા તબિયત ખરાબ છે, ઘરે આવો. જેથી નરેશ અમનદિપકૌરના ઘરે પહોંચતા દિકરી કોલ્ડ્રીંક્સ લેવાનું કહી ઘરની બહાર નીકળી હતી. આ દરમિયાન ત્રણ અજાણ્યા લોકો અંદર ઘુસી આવ્યા હતા અને નરેશને અમનદિપકૌર અને તેની બંને દિકરીઓની હાજરીમાં માર માર્યો હતો.
અમનદિપકૌરની બંને દીકરીઓએ નરેશ પાસેથી મોબાઈલ, મોપેડ અને ઘરની ચાવી પડાવી લીધી હતી. ત્યારબાદ નરેશને આખી રાત રૂમમાં ગોંધી રાખ્યો હતો. બીજા દિવસે મોપેડની ડેકીમાં રહેલી બેંકની ચેકબુક અમનદીપકૌર લઈને આવી અને જબરજસ્તીથી ચાર ચેકમાં 5-5 લાખ રૂપિયાની રકમ લખીને સહી કરાવી હતી. ઉપરાંત લૉકડાઉન દરમિયાન 20 લાખ રૂપિયા ઉછીના લીધા હોવાના બદલામાં ચેક લખી આપુ છું તેવા લખાણ કરાવ્યું હતું. જો લખાણ નહીં કરી આપે તો પોલીસમાં ફરિયાદ કરીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
જ્યારે નરેશ પોતાના ઘરે ગયો ત્યારે તેના ઘરના રૂમના કબાટમાં સામન વેરવિખેર પડ્યો હતો. નરેશે કબાટ તપાસ કરતા 15 લાખ રોકડ, મોબાઇલ, 9.60 લાખના દાગીના તથા મિલકતોના દસ્તાવેજ મળી રૂપિયા 25.43 લાખની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી નરેશે સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા અમનદિપકૌરની બંને દિકરીઓ બેગ લઈને જતી દેખાઈ હતી. સમગ્ર બનાવ અંગે વેપારી નરેશે મિત્રને વાત કરતા તેણે પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપતા અમરોલી પોલીસમાં મહિલા અમનદિપકૌર ઉર્ફે પૂજા ઉર્ફે કોમલ સિકંદરસિંહ અને બે તરૂણીઓ સહિત છ લોકો સામે ધાડનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકમાં મહિલા તેની બે દીકરીઓ અને મહિલાની સોસાયટીમાં રહેતા 3 ઈસમોને પકડી કાર્યવાહી હાથ ધરી હતી.
TAG: Surat Businessman, Surat Spa Girl, Surat Crime News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796