Friday, April 17, 2026
HomeNationalપાન આધાર લિંક કરવાની મુદ્દતમાં વધારો, બાકી રહી ગયેલા લોકોને રાહત મળી

પાન આધાર લિંક કરવાની મુદ્દતમાં વધારો, બાકી રહી ગયેલા લોકોને રાહત મળી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક (Aadhaar With PAN Card Link) કરવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. કારણ કે કેન્દ્ર સરકારે (Central Government) પાન સાથે આધાર લિંક કરવા માટે તારીખ 31 માર્ચ છેલ્લો દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો કે જેઓ હજુ સુધી આ કામ કરી નથી શક્યા તેઓ સર્વર ડાઉન થવાના કારણે મુશ્કેલી પણ અનુભવી રહ્યા હતા. એવામાં હવે કેન્દ્ર સરકારે આ મુદ્દતમાં વધારો કરતા લોકોએ રાહત અનુભવી છે.

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે. છતાં સરકારની જાહેરાતોના અભાવને પગલે કેટલાક લોકોએ આ કામ કર્યું ન હતું. બાદમાં સરકારે 1 હજાર રૂપિયાના દંડ સાથે 31મી માર્ચ સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા લોકોને ફરજીયાત બનાવ્યું હતું. સાથે જ નક્કી કર્યું હતું કે જો 31મી માર્ચ સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરવામાં આવે તો તેની ઉપયોગિતા બંધ થઈ જશે અને દંડ પણ ચૂકવવો પડશે. આ સાથે જ ચર્ચાઓ ચાલી હતી કે તેઓ બેન્કના એકાઉન્ટના ઉપયોગમાં પણ મુશ્કેલીઓ અનુભવશે. ત્યારે કોંગ્રેસના સાંસદે પણ પત્ર લખી આ મુદ્દતને વધારવા માટે પ્રધાનમંત્રીને રજૂઆત કરી હતી. અને સરકારે આ પ્રક્રિયામાં દંડની રકમ ન લેવી જોઈએ તેવી લોક માગણી ઉઠી હતી. જેને લઇ કેન્દ્ર સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે. જેના કારણે લાખો લોકોએ હાશકારો અનુભવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 30 જૂન સુધી એટલે 3 માસનો સમયગાળો જનતાને આપ્યો છે. એટલે 30 જૂન 2023 સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકાશે.

- Advertisement -

જો તમે અધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કર્યું ન હોય અને તેની ભાગદોડ લાગ્યા હોય તો ચિંતા ન કરતા કેન્દ્ર સરકારે આ પ્રક્રિયા માટે 3 મહિનાની રાહત જનતાને આપી છે. એટલે હવે 3 મહિનાની અંદર આ પ્રોસસ તમારે પૂર્ણ કરવાની રહેશે. પરંતુ દંડ પેટે 1000 રૂપિયા તો યથાવત જ રહેશે એટલે કે દંડની રકમમાં કોઈ રાહત કેન્દ્ર સરકારે આપી નથી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular