Wednesday, July 8, 2026
HomeGujaratGandhinagarગાંધીનગરમાં અસલી પોલીસે નકલી પોલીસની કરી ધરપકડ, જાણો શું છે સમ્રગ મામલો

ગાંધીનગરમાં અસલી પોલીસે નકલી પોલીસની કરી ધરપકડ, જાણો શું છે સમ્રગ મામલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) અસલી પોલીસના હાથે નકલી પોલીસ (Fake Police) પકડાઈ હોવાની ઘટના સામે આવી છે. કોબા સર્કલ નજીક ઓવરટેક કરવા બાબતે બે વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીએ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી કારમાંથી પ્લાસ્ટિકનો ડંડો કાઢ્યો હતો અને ફરિયાદીને માર્યો હતો. જોકે મારામારીની ઘટના પગલે ફરિયાદીના સાસુ પણ વચ્ચે પડ્યા હતા. જેમાં આરોપીએ સાસુને પણ ડંડા માર્યા હતા, આટલેથી ન અટકતા ફરિયાદની પત્નીને પણ લાફા ઝીંક્યા હતા. તે દરમિયાન ગાંધીનગર પોલીસની (Gandhinagar Police) ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી. પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ અસલી પોલીસની આગળ પણ પોતાની ઓળખ પોલીસ તરીકેને આપી હતી. જેમાં પોલીસે બંને વ્યકિતઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ તપાસ કરતા નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે આરોપી સામે અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ પણ વાંચો : રાજકોટ પોલીસે કરી નકલી પોલીસની ધરપકડ, આરોપી સાયબર ક્રાઇમનો અધિકારી હોવાનું કહી રોફ જમાવતો હતો

- Advertisement -

બનાવી વિગતો મુજબ, ફરિયાદી ચિરાગ મકવાણા પોતાના સાસુ અને પત્ની સાથે કારમાં કોઈ કામ માટે ગતરાત્રિએ ગાંધીનગથી અમદાવાદ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર એક લાલ કલરની હોન્ડા સીટી કાર ચાલી રહી હતી. જેમાં ફરિયાદીએ હોર્ન વગાડી ડિપર મારી સાઈડ માગતા હોન્ડા સિટી કારચાલકે સાઈડ આપી ન હતી. ત્યારબાદ ફરિયાદીએ સાઈડમાંથી કારને ઓવરટેક કરી હતી. જેને લઈ હોન્ડા સિટી કારચાલકે આગળ જઈ ફરિયાદીની ગાડીની ઉભી રાખી હતી અને ઓવરટેક કરવા બાબતે ઝઘડો કર્યો હતો. તેમજ કારચાલકે ફરિયાદીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ધાક ધમકી આપી હતી. જે બાબતે ફરિયાદીએ તેના મિત્રને ફોન કરવા જતા આરોપી દિપેશ ઉશ્કેરાયો હતો. કારમાં રહેલો પ્લાસ્ટીકનો ડંડો કાઢી ફરિયાદીને આડેઘડ મારવા લાગ્યો હતો. મારામારીની ઘટનાને જોતા ફરિયાદીની સાસુ પણ છોડવવા વચ્ચે પડી હતી. જ્યાં આરોપી દિપેશે ફરિયાદીના સાસુને પણ ડંડા માર્ય હતા. તેમજ ફરિયાદીના પત્ની વચ્ચે આવતા તેને પણ લાફા માર્યા હતા. માથકૂટના પગલે રાત્રિ પેટ્રોલિંગમાં પસાર થતી પોલીસે વાન ઝઘડો કરી રહેલા વ્યકિતઓ પાસે પહોંચી હતી.

આરોપી દિપેશ અસલી પોલીસને પણ પોતાની ઓળખ પોલીસ તરીકે આપતો હતો. જે અંગે ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસે દિપેશ પાસેથી પોલીસનું આઈકાર્ડ માગતા તે આઈકાર્ડ બતાવી શક્યો ન હતો. જેના પગલે પોલીસે બંને ઝઘડા કરનારા વ્યકિતઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા આરોપી દિપેશે નકલી પોલીસની ઓળખ આપી લોકોને સાથે મારઝૂડ કરતા ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તેમજ નકલી પોલીસે બની રોફ જમાવતા દિપેશ સામે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular