Sunday, July 13, 2025
HomeGujaratAhmedabadઅરબી સમુદ્ર ચક્રવાત માટે હોટ સ્પોટ બની રહ્યું છે: પાર્થિવરાજ કઠવાડિયા

અરબી સમુદ્ર ચક્રવાત માટે હોટ સ્પોટ બની રહ્યું છે: પાર્થિવરાજ કઠવાડિયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં હાલ બિપોરજોય નામનું વાવાઝોડું (Biparjoy Cyclone) ત્રાટકી શકે તેવી શક્યતાઓ પ્રબળ છે. આ વાવાઝોડાની આંશિક અસર સમગ્ર ગુજરાતમાં થવાની છે, જ્યારે દરિયા કાંઠે આવેલા 7 જિલ્લાઓમાં આ અસર વધારે જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે, ગુજરાતની (Gujarat) પશ્ચિમે આવેલો અરબી સમુદ્ર (Arabian Sea) છેલ્લા કેટલાક સમયથી આવા વાવાઝોડા (Cyclone) માટે હોટસ્પોટ બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. આ અંગે વાત કરતાં કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ચિંતા વ્યક્ત કરી હતી.

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યુ હતું કે, “બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે, જેના કારણે ભારે નુકશાન થવાની શક્યતાઓ છે. છેલ્લા કેટલાક સમયથી ચક્રવાતનો ટ્રેન્ડ બદલાયો હોય તેમ અરબી સમુદ્ર ચક્રવાતનું હોટ સ્પોટ બની રહ્યું છે. છેલ્લા બે દશકમાં અરબી સમુદ્રમાં ઉદભવેલા ચક્રવાતોની સંખ્યામાં 52 ટકા વધારો નોંધાયો છે. આ ચક્રવાતોના સમયગાળાની વાત કરીએ તો તેમાં 80 ટકા વધારો થયો છે, જ્યારે તીવ્રતામાં 20થી 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે, દરિયાઈ સપતીનું તાપમાન વધવાના કારણે આ ચક્રવાતોની ઘટના સામે આવી રહી છે.”

- Advertisement -

તેમણે કેટલાંક વાવાઝોડાના આંકડા ટાંકતા જણાવ્યું હતું કે, “વર્ષ 2014માં નિલોફર, 2015માં ચાપલા અને મેઘ, 2019માં વાયુ અને ફાની, 2020માં નિસર્ગ, 2021માં તૌક્તે અને 2023માં હવે બીપોરજોય વાવાઝોડું સામે આવીને ઉભુ છે. દરિયાઈ સપાટીના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારા થવાથી વાવાઝોડાંના આવર્તનમાં વધારો જોવા મળે છે. અરબી સમુદ્રમાં વર્ષ 2019માં પાંચ અને 2020માં બે વાવાઝોડા ગુજરાતમાં આવ્યા છે.” તેમણે સરકાર અને પર્યાવરણ વિભાગને વિનંતી કરી માગ કરી કે સરકારે મોસમ વૈજ્ઞાનિક, સમુદ્રી નિષ્ણાત, પર્યાવરણવિદ અને પ્રકૃતિ પ્રેમીઓ જોડે સંવાદ સ્થાપી જરૂરી નક્કર પગલાં લેવા જોઈએ.

ઈનપુટ: તોફિક ઘાંચી

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular