નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Fake Police : ખાખી પહેરી પોલીસમાં ફરજ બજાવવાનું દરેક યુવાનનું સ્વપ્ન હોય છે. કેટલાક લોકો પોલીસ વિભાગની પરીક્ષા પાસ કરીને પોલીસમાં ફરજ બજાવે છે, જ્યારે જે લોકો પરીક્ષા પાસ નથી શકતા તે નકલી પોલીસ બની લોકોમાં રોફ જમાવી લોકો પાસેથી પૈસા પડાવતા હોય છે. આવી કેટલીક નકલી પોલીસના કારણે અસલી પોલીસની છબી ખરડાતી હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાંથી (Rajkot) સામે આવી છે. જેમાં એક 19 વર્ષીય યુવાને નકલી પોલીસ (Fake Police) બની પોતાની પાસે એરગન રાખી શહેરમાં વટ પાડતો હતો. જેને લઈ રાજકોટ સાયબર સેલે (Rajkot Cyber Crime Cell) બાતમીના અધારે નકલી પોલીસ બની ફરતા યુવક પકડી તેની શાન ઠેકાણે લાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના જુદા-જુદા વિસ્તારોમાં 19 વર્ષીય યુવક સાહિલ મુલયાણી પોતાને સાયબર ક્રાઇમ અન્ડર કવર ઓફિસર તરીકે ઓળખ આપી લોકો પર રોફ જમાવતો હતો. તેમજ લોકોને પોલીસનો ડર બતાવી પૈસા પડાવતો હતો. જે કોઇ જગ્યાએ કોલેજો યુનિવર્સિટીઓમાં સાયબર ક્રાઈમને લઇ જાગૃતિ કાર્યક્રમ ચાલતો હોય ત્યાં ઓફિસર બની પહોંચી જતો હતો અને સાયબર ઓફિસર હોવાનું કહી મુખ્ય મહેમાન તરીકે સેમિનારમાં ભાગ પણ લેતો હતો. આ સમ્રગ નકલી સાયબર ઓફિસરની શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખોટી ઓળખ આપી ફરતો હોવાની બાતમી રાજકોટ સાયબર સેલને મળી હતી. જે બાતમીના અધારે પોલીસે શહેરના કાલાવાડ રોડ પર આવેલા એક ક્વાર્ટસમાં આરોપીના ઘરે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો.
જ્યાં તેની પાસેથી સાયબર સેલ અધિકારીનું નકલી આઈડી કાર્ડ અને એર ગન મળી આવી હતી. આરોપી સાહિલ મુલયાણી કમર પાસે એરગેન રાખી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ધાક જમાવતો હતો. સાયરબ ક્રાઈમ ઓફિસમાં ઓફિસરની ચેમ્બર બહાર જેવી રીતે સાયબર ક્રાઇમ લખેલુ બોર્ડ હોય, તેવુ બોર્ડ પોતાના ઘરે લગાડી રાખતો હતો. રાજકોટ સાયબર ક્રાઈમે હાલ તેની ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરતા ખુલાસો થયો છે કે, છેલ્લા ત્રણ મહિનાથી તે નકલી અધિકારીની ઓળખ આપી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પતાવટનું કામ કરતો હતો. હાલ રાજકોટ સાયબર ક્રાઇમે આરોપી ઝડપી શાન ઠેકાણે લાવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








