Wednesday, October 28, 2026
HomeGujaratSuratસુરતમાં પિતા પરિવાર પર છરી લઈ તૂટી પડ્યો, દીકરીની હત્યા પરિવાર ઈજાગ્રસ્ત

સુરતમાં પિતા પરિવાર પર છરી લઈ તૂટી પડ્યો, દીકરીની હત્યા પરિવાર ઈજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat News: આમ તો પિતાને પરિવારનો રક્ષક માનવામાં આવે છે. પિતા પરિવારની રક્ષા કરવા માટે દુનિયા સામે પણ લડી લેતા હોય છે. પરંતુ સુરતમાં(Surat) તેનાથી વિપરીત ઘટના સામે આવી છે. જ્યાં એક પરિવારમાં ઘરમાં સુવા બાબતે ઝધડો થતા પિતાએ આવેશમાં આવી પોતાના જ પરિવારજનો પર મટન કાપવાના છરાથી હુમલો (Attack) કરી દીધો હતો. આ બનાવમાં પિતાના હાથે જ તેમની દીકરીની હત્યા થઈ હતી. સમગ્ર મામલે પિતાની ધરપકડ કરી પોલીસે (Surat Police) વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, મૂળ બિહારના અને હાલ સુરતના સત્યનગર વિસ્તારમાં રહેતા રામદેવ રામાનુજ શાહુ પરિવાર સાથે રહે છે. ગઈકાલે રાત્રે રામાનુજની પત્ની રેખાદેવીએ ગરમી હોવાના કારણે ધાબા પર સુવા જવા અંગે પતિ રામાનુજને કહ્યું હતું. જોકે પતિએ ધાબા પર સુવા જવાનો ઈન્કાર કરીને બધાએ ઘરમાં જ સુવાનું છે તેમ કહીને પત્ની સાથે ઝઘડો કર્યો હતો. સામાન્ય બાબાતે શરૂ થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો બિચક્યો હતો.

- Advertisement -

રામાનુજ થોડીવાર ઘરથી બહાર ગયા બાદ પરત ફરતા હાથમાં મટન કાપવાનો છરો લઈને ઝઘડાનો ખાર રાખી તેની પત્ની પર હુમલો કરવા લાગ્યો હતો. પિતાની આ હરકત જોઈને માતાને બચાવવા માટે ત્રણ સંતાન સૂરજ, ધીરજ અને વિશાળ વચ્ચે પડ્યા હતા. જોકે રામાનુજના મગજ પર ગુસ્સો એટલો સવાર હતો કે સંતાનો પર પણ છરાથી હુમલો કરી નાખ્યો. આ દરમિયાન માતાને બચાવા આવેલી દીકરી ચંદાકુમારી (ઉં.વ.19) પિતાના હાથમાં આવી જતા છરાના 17 જેટલા ધા મારી દીધા હતા. આ બનાવમાં દીકરીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે આ હુમલામાં પત્નીની આંગળીઓ કપાઈ ગઈ હતી અને ત્રણ દિકરાઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારાવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ક્રુર પિતાની રામાનુજ ધરપકડ કરી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular