નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં દિવસેને દિવસે યુવાનોમાં આત્મહત્યા કરવાની ઘટનાઓ વધી રહી છે. આજના સમયમાં એકલતા અને તણાવના કારણે ઘણા યુવક-યુવતીઓ આત્મહત્યાનું પગલું ભરી લે છે અને પોતાના નિર્દોષ માતા-પિતાને એકલા છોડી દેતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં (Rajkot) સામે આવ્યો છે. જેમાં એક યુવકે આજી નદીમાં (Aji River) પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે અને પોતાના માતા-પિતાને એકલતાનું જીવન જીવવા છોડી દીધા છે.
આજે બપોરના સમયે રાજકોટમાં આજી નદીમાં એક યુવકે પડતું મૂક્યું હતું અને આત્મહત્યા કરી લીધી હતી. આ પહેલા તેને એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે, ઓનલાઈન તીનપત્તિ ગેમમાં (Online Games) તે લાખો રૂપિયા હારી ગયો છે. જોકે આત્મહત્યા પાછળ અન્ય પણ કેટલાક કારણો જવાબદાર છે. વીડિયો બનાવ્યા બાદ યુવકે આજી નદીમાં પડતું મૂક્યું હતું. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હાલ ફાયર જવાનો દ્વારા યુવકના મૃતદેહની શૂધખોળ કરવામાં આવી રહી છે.
આત્મહત્યા પહેલા યુવકે બનાવેલા વીડિયોમાં તે જણાવી રહ્યો છે કે, મે એટલા બધા પાપ કરી દીધા છે, કે તેણે હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. હું આજી નદી આગળ છું અને નદીમાં કૂદીને આત્મહત્યા કરી રહ્યો છું. હું ઓનલાઈન ગેમમાં લાખો રૂપિયા હારી ગયો છું, મારા શેઠના 65 હજાર, હર્ષના 30 હજાર, અશ્વિનભાઈના 20 હજાર અને 15 હજાર શેરના. પરંતુ હું આ કારણે આત્મહત્યા નથી કરી રહ્યો,બીજા પણ ઘણા કારણો છે. હવે મારે જીવવું નથી, બહુ થઈ ગયું. મમ્મી-પપ્પા, આઇ લવ યુ. બની શકે તો મને માફ કરી દેજો. હસતાં રહેજો અને પ્લીસ મારા વગર જિંદગી જીવવાનો પ્રયત્ન કરજો.
Tag: Rajkot Crime News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








