નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદના (Ahmedabad) નિકોલ વિસ્તારમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વૃદ્ધ પર અજાણી વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો. જોકે આસપાસના લોકોએ 108ને જાણ કરીને ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન વૃદ્ધનું મૃત્યુ થયું હતું. સમગ્ર બનાવ અંગે નિકોલ પોલીસે (Nikol Police) ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ત્યારે આ હત્યાને અંજામ આપનારા આરોપીને આજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) દબોચીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગત 25 જૂને રાત્રીના સમયે એક વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી. શ્યામસુંદર નામના મૃતક નિકોલ વિસ્તારના જ રહેવાસી હતા અને તેમણે ટિફિન સર્વિસનુ કામ કરતા હતા. તેમણે ઘરેથી ટિફિન આપવા માટે ચાલીને જઈ રહ્યા હતા, તે દરમિયાન મંગલ પાંડે હોલ પાસે અજાણ્યા વ્યક્તિએ વૃદ્ધને છરીના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી. હત્યાની જાણ પોલીસને થતાં નિકોલ પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસમાં લાગી હતી.
વૃદ્ધની હત્યા કરનારા આરોપી મનોજ ઉર્ફે લલ્લુ પટણીને ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ગત 25 તારીખે મનોજ તેનો મિત્ર હિતેશને મળવા માટે ગયો હતો. તે દરમિયાન મનોજે બહાર ફરવા જવાનું કહીને હિતેશ પાસેથી પાંચ હજાર માગ્યા હતા. પરંતું મિત્ર હિતેશે રૂપિયા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ કારણે મનોજ આવેષમાં આવી ગયો હતો અને મિત્ર હિતેશ અને અન્ય લોકો સામે ધાક જમાવવા માટે નજીકમાંથી પસાર થઈ રહેલા એક વૃદ્ધ પર છરી વડે હુમલો કરી દીધો હતો. આરોપી મનોજ પર અગાઉ ચાર ગુનાઓ નોંધાઈ ચુકેલા છે અને પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








