નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot Crime News: ભારત દેશ હવે વિશ્વગુરુ બનવા આગળ વધી રહ્યો હોય પરંતુ હજુ પણ લોકોની માનસિકતા બદલાઈ નથી. 21મી સદીના ટેક્નોલોજીના યુગમાં પણ લોકો ડોક્ટરના બદલે ઢોંગી સાધુ-બાવાઓની ચમત્કારી શક્તિ પર વિશ્વાસ રાખે છે. જોકે આવા ઢોંગીઓ લોકો સાથે વિશ્વાસધાત કરીને લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. અગાઉ પણ આ પ્રકારના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો રાજકોટમાં (Rajkot) સામે આવ્યો છે. જ્યાં ગર્ભમાં રહેલું બાળક ખોડ ખાપણવાળું ન જન્મ માટે વિધિના બહાને ભુવાએ (Bhuva) લાખો રૂપિયા પડાવી લીધા હતા. લાખો રૂપિયા વેડફ્યા બાદ દંપતિને છેતરપિંડી (Cheating) થઈ હોવાનો અહેસાસ થતા પોલીસની (Rajkot Police) મદદ લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના લોધિકાના કાંગશીયાળી ગામે રહેતા બકુલ ચાવડાના લગ્ન વર્ષ 2013માં ભારતીબેન સાથે થયા હતા. લગ્નના ધણા વર્ષો સુધી તેમને સંતાન પ્રાપ્તી ન થતા અનેક ડોક્ટરની સલાહ લઈને ઘણી દવા કરી હતી. ત્યારે 10 વર્ષ બાદ ભારતીબેન માટે સારા સમાચાર આવ્યા. ભારતીબેનને ત્રણ વર્ષનો ગર્ભ હતો. તે દરમિયાન તેમણે ડોકટરને બતાવ્યું હતું અને સોનોગ્રાફી કરાવી હતી. આ દરમિયાન ડોક્ટરે જણાવ્યું હતું કે, આવનારૂં બાળક ખોડ ખાપણવાળું આવશે, માટે તેમણે ગર્ભપાત કરાવવાની સલાહ આપી હતી. પરંતુ 10 વર્ષે સારા સમાચાર આવતા મહિલાએ ગર્ભપાતનો ઈન્કાર કરી દીધો હતો.
દંપતીએ ડોક્ટરની વાત ન માની ન્યારા ગામ ખાતે એક ભુવા બાળક જોવે છે તેવું જાણવા મળતા દંપતિએ તેમનો સંપર્ક કર્યો હતો. તેમણે ભૂવાને ગર્ભમાં રેહલું બાળક ખોડખાપણવાળું હોવાનું જણાવ્યું હતું. જેથી ભુવા મોહનભાઈ ઉર્ફે મહેન્દ્ર મુછડીયાએ તેમની સાથે ફોનમાં વાત કરી દાણા જોયા છે અને ગર્ભપાત નહીં કરાવવા તેમજ ડોકટરની વાતમાં નહીં આવવા કહ્યું હતું.
ભુવાએ (Tantrik) 15 દિવસબાદ દંપતિનો સંપર્ક કરીને તેમની પત્ની પર કોઈ મેલી વિદ્યા કરી હોવાનું જણાવી દાણા જોવા અને વિધિ કરાવાનું કહ્યું હતું. તેના માટે ભુવાએ દંપતિ પાસેથી રૂપિયા 5000 પડાવ્યા હતા. વિધિ કર્યા બાદ ભુવાએ ડોક્ટર બદવાની સલાહ આપીને બાળક તંદુસ્ત આવશે તેવો વિશ્વાસ આપ્યો હતો. જેથી દંપતિએ શહેરના પુનીતનરમાં આવેલા પ્રયોશા હોસ્પિટલમાં પત્નીની સોનોગ્રાફી કરાવી હતી. ત્યારે પણ ડોક્ટરે ગર્ભમાં રહેલું બાળક ખોડખાપણવાળું હોવાની જાણકારી આપી હતી. તેમ છતા દંપતી ડોક્ટર પરથી ભરોસો ન રાખીને ભુવાના સંપર્કમાં રહ્યું હતું.
અંતે 16 એપ્રિલના રોજ મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. જે બાળક ખોડખાપણવાળું આવ્યું હતું. જેથી બાળકને લઈને દંપતી ભુવા પાસે પહોંચ્યા હતા. ત્યારે ભુવાએ બાળકની દવા ચાલુ હોવાનું બહાનું કરીને વાતને ગોળ-ગોળ ફેરવતો હતો. આખરે બાળકે 1 વર્ષનું થઈ ગયા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો ન થતા અંધશ્રધ્ધામાં આંધળા બનેલા દંપતિ વિજ્ઞાનજાથાનો સંપર્ક કર્યો હતો. જેથી વિજ્ઞાનજાથા દ્વારા ઢોંગી ભુવાને સમાજ સમક્ષ ઉજાગર કરવામાં આવ્યો હતો. બાદમાં દંપતિને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા પડધરી પોલીસ સ્ટેશનમાં ભુવા સામે ફરિયાદ નોંધાવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








