નવજીવન ન્યૂઝ. જામનગર: રાજકોટ શહેરના ગોંડલ રોડ પાસે આવેલા એસ.ટી.વર્કશોપ નજીક રહેતો અને ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું જામનગરના (Jamnagar) ધ્રોલ (Dhrol) ખાતે અજાણ્યા કારણોસર અચાનક મોત નિપજ્યું છે. આજે વહેલી સવારે થયેલી આ ઘટનાના પગલે વિદ્યાર્થીના મૃતદેહને રાજકોટ (Rajkot) ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતક વિદ્યાર્થી સૈનિક સ્કૂલની પરીક્ષાની તૈયારી માટે ધ્રોલ ખાતે એક શિક્ષક પાસે જતો હતો જ્યાં વિદ્યાર્થી અચાનક બેભાન થઈ જતા તેને દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
આજરોજ વહેલી સવારે જામનગરના ધ્રોલ ખાતે ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વ્રજ ગરીશભાઈ સોરઠીયાનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થી વ્રજ રાજકોટના ગોંડલ રોડ પરનો રહેવાસી હતો અને સૈનિક સ્કૂલની તૈયારી માટે ધ્રોલ ખાતે શિક્ષક રાજેન્દ્ર બારૈયા પાસે ગયો હતો. વિદ્યાર્થી વ્રજ શનિવારે અને રવિવારે પરીક્ષાની તૈયારી માટે કેટલાક સમયથી ધ્રોલ ખાતે રાજેન્દ્ર બારૈયાના ઘરે જતો હતો. પરંતુ આજરોજ સવારે 4:30 વાગ્યા આસપાસ શિક્ષક રાજેન્દ્રએ જોયું હતું કે વ્રજ જે જગ્યા પર સૂતો હતો ત્યાં ન હતો અને બીજી જગ્યાએ બેભાન હોય તે હાલતમાં પડ્યો હતો. જેના પગલે રાજેન્દ્રએ તુરંત વિદ્યાર્થીને સારવાર માટે ધ્રોલની હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં તબિબોએ તપાસ કરતા વ્રજનું સુગર લેવલ 448 હોવાનું જણાવ્યું હતું.
ગંભીર હાલતમાં રહેલા વિદ્યાર્થીને ધ્રોલના તબિબે જામનગર અથવા રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવા સલાહ આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીને રાજકોટની ગોકૂલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે વ્રજ સોરઠિયાના મૃત જાહેર કર્યો હતો. જેના પગલે વ્રજને તાત્કાલીક સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પણ હાજર તબિબે બાળક મૃત હોવાનું જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે બાળકનું અચાનક જ બેભાન થવું અને મૃત્યું પામવું અને તેના પગના અંગૂઠાના ભાગે ઈજાનું નિશાન હોવું એ શંકા પેદા કરે તેવી વાત છે. આમ સમગ્ર મામલાની તપાસ અને બાળકના મૃત્યુના કારણની તપાસ માટે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પી.એમ. માટે મોકલી આપ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796