Saturday, May 2, 2026
HomeGujaratAhmedabadઉત્તરપ્રદેશથી પહેલી વાર ગુજરાતમાં ડ્રગ્સ લાવવાનું કૌભાંડ, 2 કરોડના ડ્રગ્સ મામલે DCP...

ઉત્તરપ્રદેશથી પહેલી વાર ગુજરાતમાં ડ્રગ્સ લાવવાનું કૌભાંડ, 2 કરોડના ડ્રગ્સ મામલે DCP જયરાજસિંહ વાળાએ કર્યો મોટો ખુલાસો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News : ગુજરાતમાં દીવસેને દિવસે દારૂ અને ડ્રગ્સની હેરાફેરીનું (Drug Trafficking) ચલણ વધ્યું છે. ડ્રગ્સ માફિયાઓ દેશના અલગ-અલગ રાજ્યમાં પેડલરો થકી ડ્રગ્સનો જથ્થો મોકલી લાખો રૂપિયાનો કારોબાર ચલાવી રહ્યા છે. તેવામાં અમદાવાદ SOGને (Ahmedabad SOG) અત્યાર સુધીની સોથી મોટી સફળતા હાથ લાગી છે. જેમાં બે કરોડ મેફેડ્રોન ડ્રગ્સ (MD Drug) સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં પહેલી વખત ઉત્તરપ્રદેશથી ડ્રગ્સ લાવવાનું કનેક્શન સામે આવ્યું છે.

અમદાવાદ SOGની ટીમે ગઈકાલે બાતમીના આધારે અમદાવાદ એસ. ટી. બસ સ્ટેશન પરથી મોટી માત્રામાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી મહેશ કુમાર ઉર્ફે વિજય રામસહાય નીષાદ જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. જેને ઉત્તર પ્રદેશમાં રહેતો પેડલર સદ્દામ ઉર્ફે રહીશે ડ્રગ્સનો જથ્થો ગુજરાત મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં પકડાયેલો આરોપી ડ્રગ્સ કોને આપવાનો હતો તે તેના પેડલર સદ્દામની ધરપકડ બાદ જાણવા મળી શકશે. હાલ અમદાવાદ SOGની બે જેટલી ટીમ ઉત્તરપ્રદેશ ડ્રગ્સ પેડલર સદ્દામને પકડવા માટે રવાના થઈ છે.

- Advertisement -

આ અંગે SOGના DCP જયરાજસિંહ વાળાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “અમદાવાદ SOGની ટીમે બાતમીના આધારે ઉત્તરપ્રદેશથી અમદાવાદ આવતા આરોપીને એસ. ટી. બસ સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો. આરોપીની બેગમાંથી અંદાજિત અઢી કિલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત 2 કરોડ અને 45 લાખ રૂપિયા થાય છે. આરોપી આ અગાઉ પણ ગુજરાતના અન્ય જિલ્લામાં ડ્રગ્સ સપ્લાય કરી ચુક્યો છે. ઉત્તરપ્રદેશનો મુખ્ય ડ્રગ્સ પેડલર સદ્દામ ઉર્ફે રહીશ આરોપી મહેશને એક ટ્રીપના ૧૦ હજાર રૂપિયા આપતો હતો. સદ્દામ દ્વારા મહેશને એક ફોન સાથે એક ડમી સીમકાર્ડ પણ આપવામાં આવતું હતું. જેમાં માત્ર પેડલર સદ્દામનો નંબર હતો. તેમજ જે જગ્યાએ સદ્દામ મહેશને જણાવે ત્યાં જઈ અમદાવાદના પેડલરને ડ્રગ્સ પહોંચાડવાનું હતું. આરોપી મહેશ આ અગાઉ પણ ગુજરાતના અન્ય જિલ્લામાં ટ્રીપ કરી ચુક્યો છે. ઉત્તરપ્રદેશનો મુખ્ય ડ્રગ્સ પેડલર સદ્દામ ઉર્ફે રહીશ આરોપી મહેશની સાથે મેફેડ્રોન અમદાવાદમાં પહોંચાડવાનો હતો. અમદાવાદ યુવાનો સુધી ડ્રગ્સનો જથ્થો પહોંચે તે પેહલા આરોપી મહેશને SOGની ટીમે ઝડપી પાડયો છે. હાલ મુખ્ય પેડલર સદ્દામને પકડવા SOGની બે જેટલી ટીમ ઉત્તર પ્રદેશ રવાના કરી છે. જેને આગમી દિવસોમાં પકડી પાડી ડ્રગ્સનું કનેક્શન તોડી પાડીશું સાથે અમદાવાદ ડ્રગ્સનો જથ્થો મગવાનાર પેડલરોને પણ પકડી પાડવામાં આવશે.”

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular