Sunday, November 29, 2026
HomeGujaratRajkotદેવાયત ખવડની ઉત્તરાયણ બગડશે ! જામીન અરજી કોર્ટે ફગાવી

દેવાયત ખવડની ઉત્તરાયણ બગડશે ! જામીન અરજી કોર્ટે ફગાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટના યાજ્ઞિક રોડ પર મયૂરસિંહ રાણા પર હુમલાના આરોપમાં જેલમાં બંધ દેવાયત ખવડની મુશ્કેલી વધી છે. કથિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad)ની જામીન અરજી સેશન્સ કોર્ટે આજરોજ ફગાવી દીધી હતી. દેવાયત ખવડની જામીન અરજી ફગાવી દેતા દેવાયત ખવડની જ્યુડિશીયલ કસ્ટડી લંબાઈ ગઈ છે. આમ કહી શકાય કે દેવાયત ખવડને ઉતરાયણનો તહેવાર જેલમાં જ ઉજવવો પડશે.

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક કથિત લોકસાહિત્યકાર દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર કરેલા હુમલા બાદ વિવાદ સર્જાયો હતો. બાદમાં હુમલાની ઘટનાના 10 દિવસ સુધી પોલીસ પકડથી દૂર રહેલા દેવાયત ખવડે અચાનક જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસે દેવાયત ખવડ અને તેના સાગ્રીતોની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રિમાન્ડની માગણી કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બાદમાં 19 ડિસેમ્બરના રોજ તમામ આરોપીને કોર્ટે જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

- Advertisement -

જેલમાં બંધ દેવાયત ખવડે રાજકોટ સેશન્સ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી હતી. આ જામીન અરજીને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે સાથે ખવડના સાગરિત કાના રબારીના જામીન પણ કોર્ટે નામંજૂર કર્યાના અહેવાલ મળી રહ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular