નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં SAFU (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનીટ) અને OICL(ઓરીએન્ટલ ઇન્સયોરન્સ કંપની લીમીટેડ)ની ટીમ દ્વારા હોસ્પિટલ્સની મુલાકાત લેતા અનેક ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. PMJAY –MA યોજના અંતર્ગત હાલ પાંચ લાખ સુધીની સારવાર સંપૂર્ણપણે નિ:શુલ્ક મળવાપાત્ર છે તેમ છતાં હોસ્પિટલ દ્વારા દર્દીઓ પાસે ખુલ્લેઆમ પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા હતા. જેના કારણે સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્મનંદન ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી.
આયુષ્માન ભારત “PMJAY–MA” યોજના સરકારની ફ્લેગશિપ સ્કીમ હોવાથી યોજના અંતર્ગત લાભાર્થીઓ માત્ર સરકારી જ નહિ પરંતુ સંલગ્ન ખાનગી હોસ્પિટલોમાં પણ લાભ મેળવી શકે છે. આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. ગત 09 જાન્યુઆરીના રોજ “PMJAY–MA” યોજના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU) અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ (OICL)ની ટીમ દ્વારા સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્મનંદન ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન હોસ્પિટલ્સમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. જેથી હોસ્પિટલ્સને કારણદર્શક નોટીસ આપી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી.
PMJAY –MA યોજના હેઠળ પાંચ લાખ સુધી નિ:શુલ્ક સારવાર મળે છે તેમ છતા નિલકંઠ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ ધરાવતા અકસ્માત અને ફ્રેકચર થયેલા દર્દીઓને યોજનામાં મફત સારવાર આપવાની મનાઈ કરીને રોકડા પૈસા આપી સારવાર કરાવવાની ફરજ પાડવામાં આવી હતી, સાથે જ મેડિકલ સ્ટાફ યોજનાના ધારા-ધોરણ મુજબ ન હતો. જેથી SAFU (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનીટ) અને OICL (ઓરીએન્ટલ ઇન્સયોરન્સ કંપની લીમીટેડ)ની વિજિલન્સ ટીમની હાજરીમાં હોસ્પિટલ દ્વારા યોજનામાં મફત સારવાર આપવાનો ઇન્કાર કરી રોકડા આપી સારવાર કરાવવાની ફરજ પાડી હતી. જ્યારે ધર્મનંદન ઓર્થોપેડિક હોસ્પિટલમાં દર્દીઓ માટેની અલગ લિફ્ટનો અભાવ હોવાથી કોમ્પ્લેક્સની કોમન લિફ્ટ વાપરવામાં આવતી હતી, પરમ હોસ્પિટલમાં દર્દીઓ પાસે ઘૂંટણના રિપ્લેસમેન્ટની રિવિઝન સારવાર માટે પણ યોજનામાં મફત સારવાર મળવાપાત્ર હોવા છતાં રોકડા નાણાં લેવામાં આવી રહ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








