Tuesday, March 17, 2026
HomeGujaratRajkotગણપતિની 9 ફુટથી મોટી મૂર્તિ બનાવવી મૂર્તિકારને ભારે પડ્યું ને ખાવી પડી...

ગણપતિની 9 ફુટથી મોટી મૂર્તિ બનાવવી મૂર્તિકારને ભારે પડ્યું ને ખાવી પડી જેલની હવા, જાણો સમગ્ર મામલો…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ આવી રહ્યો છે, જેને લઈને અત્યારથી પુરજોરથી મૂર્તિકારોએ ગણપતિની મૂર્તિઓ બનાવવાની તૈયારીઓ આદરી દીધી છે. ત્યારે રાજકોટના એક મુર્તિકારને ગણપતિની 9 ફૂટ ઉંચી મૂર્તિ બનાવવા બદલ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. શું હતો સમગ્ર મામલો વાંચો આ અહવાલમાં…

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના રેસકોર્ષ મેદાનમાં એક મૂર્તિકારે 9 ફૂટથી પણ ઉંચી ગણપતિની મૂર્તિઓ બનાવી હતી. ત્યારે આ વાતની જાણ શહેર પોલીસને ધ્યાને આવતા પોલીસે મૂર્તિકારને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. દરમ્યાન પોલીસને મૂર્તિકારને ત્યાંથી અનેકો 9 ફૂટથી ઉંચી મૂર્તિઓ મળી આવી હતી. જેને લઈને પોલીસે મૂર્તિ બનાવનાર કારીગર પ્રદીપ કૃષ્ણપાલ નામના મૂર્તિકારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મહાનગરો અને જિલ્લાઓમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે 9 ફૂટથી ઊંચી મૂર્તિ નહીં બનાવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે આ જાહેરનામાનો ભંગ કરીને આ મૂર્તિકારે અનેકો મૂર્તિઓનું નિર્માણ કરવા બદલ પોલીસે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધીને તેને જેલ હવાલે કરીને અન્ય જાહેરનામાનો ભંગ કરનાર મૂર્તિકારોને ચેતવણી આપી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular