નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: ઉડતા પંજાબ બાદ હવે ઉડતા ગુજરાત બન્યું હોય તેવી રીતે અવાર-નવાર ડ્રગ્સનો જથ્થો અલગ-અલગ રીતે માફિયાઓ દ્વારા ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. પેડલરો કમાવાની આંધળી દોટમાં ગુજરાતના યુવાધનને નશાના કારોબારમાં ધકેલી રહ્યા છે, તેમની પાસેથી કામ કરાવવી ડ્રગ્સનું સામ્રજ્ય ફેલાવી રહ્યા છે. આજના સમયમાં ડ્રગ્સની બદીને રોકવા પોલીસ માટે પણ એક મોટો પડકાર બન્યો છે. કારણ કે જે રીતે યુવાધન હવે આ ડ્રગ્સના દૂષણ તરફ ધકેલાયું છે, તેના કારણે પેડલરોને મોકળું મેદાન મળ્યુ છે. બીજી તરફ ડ્રગ્સ પેડલરોને (Drug Peddler) પકડવા માટે સ્થાનિક પોલીસની સાથે SOG પણ કડકહાથે કાર્યવાહી કરી છે. ત્યારે આજે અમદાવાદ SOGએ (Ahmedabad SOG) ડ્રગ્સની હેરાફેરી (Drug Trafficking) પકડવાનું મોટું ઓપરેશન પાર પાડ્યું છે. બે કરોડના MD ડ્રગ્સ (MD Drug) સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પ્રથમ વખત આટલી મોટી માત્રામાં SOG દ્વારા ડ્રગ્સનો જથ્થો પકડાયો હોવાની આ પ્રથમ ઘટના છે.
અમદાવાના ઝોન-6 વિસ્તારમાં ખાસ કરીને ડ્રગ્સની બદીને ડામવા માટે એક તરફ ઝોન 6 DCP દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી છે. ત્યારે આજે તેમના જ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી MD ડ્રગ્સનો જંગી જથ્થો SOGએ ઝડપી પાડ્યો છે. SOGને બાતમી મળી હતી કે, એસ. ટી. બસ ડેપો પર એક વ્યક્તિ કાળા કલરની બેગમાં MD ડ્રગ્સનો જથ્થો લાવી ડ્રગ્સ પેડલરો સુધી પહોંચાડવાનો છે. જે બાતમીના અધારે અમદાવાદ SOGની ટીમે અમદાવાદના ગીતા મંદિર ખાતે આવેલા એસ. ટી. બસ ડેપો પર વોચ ગોઠવી હતી. જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ ડેપોમાંથી બહાર નીકળતા સમયે તેને અટકાવી પૂછપરછ કરતા તે ગભરાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેના બેગમાં તપાસ કરતાં MD ડ્રગ્સનો જંગી જથ્થો મળી આવ્યો હતો, જે 2 કિલોથી વધુ હોવાનો સામે આવ્યું છે.
SOGએ ઉત્તરપ્રદેશના આંબેડકર જિલ્લાના આરોપી મહેશ ઉર્ફે નીષાદની ધરપકડ કરી છે. તેની પાસેથી જે MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, તેની બજાર કિંમત 2 કરોડથી વધુ હોવાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. હાલ SOGની ટીમ દ્વારા આ ડ્રગ્સનો જથ્થો કોણે મોકલ્યો હતો અને અમદાવાદમાં કોને મોકલવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796