Wednesday, December 11, 2024
HomeNational'ગદર 2'ના અભિનેતા સની દેઓલના બંગલાની હરાજી ટળી કે પછી ફર્યો કેસરિયો...

‘ગદર 2’ના અભિનેતા સની દેઓલના બંગલાની હરાજી ટળી કે પછી ફર્યો કેસરિયો જાદુ ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈ: અભિનેતા સની દેઓલની (Sunny Deol) ‘ગદર 2’ (Gadar 2) ધૂમ કમાણી કરી રહી છે. તેવામાં સની દેઓલના બંગલાની હરાજીના (Auction Property) સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા. જો કે આજે ફરી સમાચાર સામે આવ્યા છે કે, બેંકે સની દેઓલના બંગલાની હરાજીની નોટિસ પાછી ખેંચી લીધી છે. હવે આ સની દેઓલના ઢાઈ કિલોના હાથનો કમાલ છે? તેની ફિલ્મ ‘ગદર 2’ નો કમાલ છે? કે પછી કેસરી જાદુનો કમાલ? તેવા સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે.

શું હતી ઘટના?

રવિવારના રોજ અખબારમાં સની દેઓના બંગલા ‘સની વિલા’ની હરાજીની નોટિસ બેંક ઓફ બરોડા (Bank Of Baroda) દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. જે અનુસાર, સની દેઓલે 56 કરોડ રૂપિયાની લોન લીધી હતી. પરંતુ રકમ ન ચૂકવવાને કારણે જુહુ સ્થિત તેમના બંગલા ‘સની વિલા’ના વેચાણ માટે બેંક ઓફ બરોડા દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે બેંકે સનીના બંગલાની હરાજી માટે 51.43 કરોડ રૂપિયાની રિઝર્વ કિંમત રાખી છે.

- Advertisement -

શું આવ્યો ઘટનામાં વળાંક?

હવે આજરોજ આ મુદ્દે નવો વળાંક આવ્યો છે. બેંક ઓફ બરોડાએ અખબારોમાં જાહેરાત આપીને ખુલાસો કર્યો છે કે ‘આ નોટિસ ટેક્નિકલ કારણસર પાછી ખેંચવામાં આવી રહી છે. સની દેઓલની પ્રોપર્ટીની હરાજી નહીં થાય’. ત્યારે 24 કલાકની અંદર બેંકે નોટિસ પાછી ખેંચી લેતા અનેક તર્ક વિતર્કોએ જોર પકડ્યું છે.

માત્ર 24 કલાકમાં બેંકનું બેવડું વલણ જોતા સોશિયલ મીડિયામાં ઘણાં યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, હાલ ‘ગદર 2’ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ કમાણી કરી છે, તેવામાં સનીના બંગલાની હરાજીની જાહેરાતથી ફિલ્મની પબ્લીશીટી પર કોઈ અસર ન થાય તે માટે બેંક દ્વારા નોટિસ પાછી ખેંચી લાવામાં આવી હોય શકે તેવો તર્ક ચર્ચાઈ રહ્યો છે.

તો બીજી તરફ કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ બાબતે આડકતરી રીતે ભાજપ પર નિશાનો સાધતા સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું, ‘ગઈકાલે બપોરે દેશને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ ભાજપના સાંસદ સની દેઓલના જુહુ નિવાસસ્થાનને ઈ-ઓક્શન માટે મૂક્યું છે, કારણ કે તેમણે બેંકને 56 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. આજે સવારે 24 કલાકથી ઓછા સમયમાં દેશને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ ‘ટેક્નિકલ કારણસર’ હરાજીની નોટિસ પાછી ખેંચી લીધી છે. આશ્ચર્ય છે કે ટેક્નિકલ કારણનું ટ્રિગર કોણે કર્યું?

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular