નવજીવન. રાજકોટ: ગુજરાતમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકામાં ફરજ બજાતા એક એન્જીનીયરે પોતાનું જવાન ટૂંકાવ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. રાજકોટ મનપામાં ફરજ બજાવતા એડિશનલ એન્જીનીયર પરેશભાઈ જોષીએ રાજકોટના ન્યારી ડેમમાં કૂદીને આત્મહત્યા કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે પરેશભાઈ રાજકોટ મહાનગર પાલિકામાં ઇસ્ટ ઝોન કચેરીમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તેમણે કાલાવડ રોડ પર આવેલા ન્યારી ડેમમાં ઝંપલાવી દીધું અને આત્મહત્યા કરી હતી. આ ઘટના અંગ જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ફાયરબ્રિગેડને ભારે જહેમત બાદ પરેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ પોલિસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા પાંચ દિવસથી પરેશભાઈ ટેન્સનમાં હતા અને આજે કોઈ વ્યક્તિ સાથે ફોનમાં ઉગ્ર રીતે વાતચીત કરીને ઘરની બહાર નીકળી ગયા હતા અને આ પગલું ભર્યું હતું.
આ ઘટનાના પગલે પરેશભાઈના બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસ પરિવાર સાથે વાતચીત કરીને આગળની તાપસ કરી રહી છે અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયત્ન કર રહી છે.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












