Friday, April 17, 2026
HomeGujaratRajkotરાજકોટમાં પ્રસુતાની વહારે આવતી ૧૦૮ ઇમરજન્સી સેવા, એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતી

રાજકોટમાં પ્રસુતાની વહારે આવતી ૧૦૮ ઇમરજન્સી સેવા, એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટના ગોંડલ તાલુકામાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતી મહિલાને પ્રસુતાના વહારે 108 ઈમરજન્સી સેવા આવી છે. હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં દુઃખાવો ઉપડતા વાડીમાં જ ડિલીવરી કરવી પડી હતી. 108માં હાજર EMT અને પાઈલોટે ઓનલાઈન ડોક્ટરની મદદ લઈને સફળ ડિલિવરી કરાવીને બાળક અને માતાને હેમખેમ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના ગોંડલ તાલુકાના પચવડા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા ગુડ્ડીબેન કાળુભાઈ સિંગડિયાને પ્રસૂતાની પીડા ઉપાડતા પરિવારના સભ્યોએ ૧૦૮માં મદદ માટે ફોન કર્યો હતો. રાજકોટ શહેરની કોઠારીયા સોલ્વન્ટ ૧૦૮ ટીમને જાણ થતાં જ ૧૦૮ની ટીમ ગણતરીની મિનિટોમાં જ પ્રસુતા સુધી પહોંચી હતી. ત્યારે EMT કિશન રાજાણી અને પાઇલોટ દેવસુરભાઈને જાણ થઈ હતી કે બાળકની ડિલિવરી ત્યાં જ કરવી પડશે EMT કિશનભાઈની કાર્યકુશળતાની સાથે-સાથે ઓનલાઇન ડોક્ટર અંજલીબેનની મદદથી વાડીમાં જ સફળ ડિલિવરી કરવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. બાદમાં વધુ સારવાર અર્થે માતા અને બાળકને ગોંડલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular