Friday, April 17, 2026
HomeGeneralમહેસાણા ભાજપના નેતાના પર સ્ત્રી સાથે સંબંધના આરોપ સાથે પત્નીએ નોંધાવી FIR,...

મહેસાણા ભાજપના નેતાના પર સ્ત્રી સાથે સંબંધના આરોપ સાથે પત્નીએ નોંધાવી FIR, જાણો શું બન્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ મહેસાણાના ભાજપના નગરસેવક સામે ટ્રિપલ તલાકને લઈને ફરિયાદ થઈ છે. મહેસાણા ભાજપના નગરસેવક સલીમ વ્હોરા સામે આ અંગે ફરિયાદ તેમના પત્ની સિદ્દીકાબેન વ્હોરા દ્વારા કરવામાં આવી છે. સિદ્દીકાબેનની ફરિયાદને આધારે મહેસાણા પોલીસ એ ડિવિઝન દ્વારા ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી છે. તેમના પત્નીએ ભાજપ નેતાના પર સ્ત્રી સાથે સંબંધ હોવાને કારણે તેમણે ટ્રિપલ તલાક આપ્યો હોવાનું કહ્યું છે. ભાજપ નેતાના પત્ની દ્વારા આ મામલે પતિ, સાસુ, નણંદ અને પતિના જે મહિલા સાથે સંબંધો છે તે મહિલા સામે ફરિયાદ કરવામાં આવી છે.

મહેસાણા પોલીસ એ ડિવિઝન દ્વારા ભાજપના નગરસેવકના પત્ની સિદ્દીકાબેન વ્હોરાની ફરિયાદને આધારે કલમ 498 (ક), 323, 504, 506 (2), 507, 114, તથા દહેજ પ્રધા ધા.ક. 3, 4 અને મુસ્લિમ સ્ત્રીઓના હકોના રક્ષણ બાબતના અધિનિયમ 2019ની કલમ પ્રમાણે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલા સિદ્દીકાબેન વ્હોરા મહેસાણા ભાજપના નગરસેવક સલીમ વ્હોરાના પત્ની છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે સલીમ વ્હોરાના અન્ય મહિલા સાથે પણ લગ્નેતર સંબંધો છે. જેના કારણે તેમણે ટ્રિપલ તલાક આપ્યા છે. તેમણે આ મામલામાં સાસુ, નણંદ ઉપરાંત તે પર સ્ત્રીની વિરુદ્ધમાં પણ કાયદેસરના પગલા લેવામાં આવે તેવી માગ કરી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular