નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રાજસ્થાનમાં ભારત જોડો યાત્રામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, દેશને અણે આઝાદી અપાવી છે. દેશની એકતા માટે કોંગ્રેસના ઈન્દિરા અને રાજીવ ગાંધીએ જીવનના બલીદાન આપ્યા છે. મારા પક્ષના નેતાઓએ જીવ આપી દીધો હતો, પણ તમે શું કર્યું ? ભાજપને આકરો સવાલ કરતા ખડગેએ કહ્યું કે, તમે શું બલીદાન આપ્યું છે ? તમારા ઘરનો કુતરોય મર્યો ?
કોંગ્રેસની ભારત જોડા યાત્રા દરમિયાન રાજસ્થાનના અલવરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ સભા સંબોધી હતી. જેમાં તેમણે દેશ માટે બલિદાનની વાત કરતા ભાજપ પર પ્રહાર કર્યો કે, આ લોકોએ કંઈ કર્યું જ નથી છતાં પણ આજે સૌથી મોટા દેશભક્ત છે. પણ જીવનનું બલિદાન અમારા પક્ષના માણસોએ આપ્યું હોવા છતાં જો કંઈ પણ કહીએ તો અમને રાષ્ટ્રવિરોધી તરીકે બતાવવામાં આવે છે. સાથે જ ખડગેએ લોકતંત્રની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
ભારત અને ચીન વચ્ચેની તણાવપુર્ણ સ્થિતિ અંગે પણ મલ્લિકાર્જૂન ખડગેએ સરકારને સવાલ કર્યા હતા. જેમાં તેમણે કહ્યું કે ચીનની આક્રમકતા પર અમે ચર્ચા કરવા ઈચ્છીએ છીએ, પણ સરકાર તેના માટે તૈયાર નથી. આ મામલે સરકારની આકરી ટિકા કરતા કહ્યું કે, તેઓ બહાર સિંહની જેમ વાતો કરે પણ હકિકતમાં તેઓ ઉંદર જેવું કાર્ય કરે છે. સાથે જ તેમણે ચીન મામલે માહિતી છુપાવવાનો આક્ષેપ પણ કર્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








