Friday, May 29, 2026
HomeGujaratBhavnagarBhavnagar : પતિ-પત્નીના ઝઘડામાં સસરા વચ્ચે પડતા જમાઈ સહિતના લોકોએ હુમલો કરી...

Bhavnagar : પતિ-પત્નીના ઝઘડામાં સસરા વચ્ચે પડતા જમાઈ સહિતના લોકોએ હુમલો કરી મોત નિપજાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ભાવનગર : ભાવનગર શહેરમાં દંપતી વચ્ચે ચાલી રહેલા ઝઘડાની અદાવતમાં જમાઈ સહિતના લોકોએ સસરા પર હુમલો કરતા મોત (Son-in-law kills father-in-law in Bhavnagar) થયું છે. વૃદ્ધ સસરાના માથાના ભાવે પેવર બ્લૉક મારી દેતા ગંભીર ઈજાના કારણે મોત થયું છે. હત્યાની ઘટના બાદ નાસી છૂટેલા જમાઈ તેમજ મહિલાઓને શોધી કાઢવા બોર તળાવ પોલીસે શોધખોળ શરૂ કરી છે.

ઘટના એવી છે કે, ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલી બેંક કોલોનીમાં ગુરૂવારે હત્યાની ઘટના બની છે. ગોરધનભાઈ દલસાણીયાની પુત્રીના લગ્ન રાકેશ સાથે થયા હતા. હીરા ઘસવાનું કામ કરતો રાકેશ નિયમિત રીતે કામે જતો નહીં હોવાથી તેની પત્ની સાથે મનદુઃખ રહેતું હોવાથી અવારનવાર ઝઘડા થતા હતા. કામે જવાને લઈને દંપતી વચ્ચે સાંજે ઝઘડો થતાં સસરા ગોરધનબાઈ દલસાણીયા વચ્ચે પડ્યા હતા અને જમાઈને ઠપકો આપ્યો હતો. આ વાતની અદાવત રાખીને મોડી રાતે રાકેશ મહિલાઓ સાથે સાસરીમાં આવ્યો હતો અને સસરા સાથે ઝઘડો કર્યો હતો. આ સમયે ટોળાએ ગોરધનભાઈને પકડી રાખ્યા હતા અને રાકેશની સાથે આવેલી પારૂબહેને પેવર બ્લૉક ગોરધનભાઈને માથામાં ફટકારતા તેઓ જમીન પર ફસડાઈ પડ્યા હતા. ગોરધનભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બોર તળાવ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે હત્યાનો ગુનો (Murder case registered at Bor Talav Police Station) નોંધવામાં આવ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular