Friday, July 17, 2026
HomeGujaratRajkotહર્ષ સંઘવીની રાજકોટ બસ સ્ટેશનની અચાનક મુલાકાત, બસ સ્ટેશનમાં જઈ આ કામ...

હર્ષ સંઘવીની રાજકોટ બસ સ્ટેશનની અચાનક મુલાકાત, બસ સ્ટેશનમાં જઈ આ કામ કર્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજ્યના ગૃહરાજ્ય મંત્રી આજરોજ સવારના સમયે અચાનક જ રાજકોટ બસ સ્ટેશનની મુલાકાતે પહોંચી ગયા હતા. અચાનક જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghavi) મુલાકાતના પગલે બસ સ્ટેશન પર કર્મચારીઓમાં દોડધામ થઈ પડી હતી. હર્ષ સંઘવી સાથે આ તકે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ (Uday Kangad) અને દર્શિતા શાહ (Darshita Shah) પણ હાજર જોવા મળ્યા હતા. હર્ષ સંઘવીએ બસ સ્ટેશન (Harsh Sanghvi Rajkot Bus station Visit) અને બસનું નિરિક્ષણ કરી મુસાફરો સાથે પણ વાતચીત કરી પરિસ્થીતી જાણી હતી.

આજરોજ રાજકોટના બસ સ્ટેશન પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. હર્ષ સંઘવીએ બસ સ્ટેશનમાં જઈ બસ સ્ટેશનમાં હાજર બસ અને સાથે બસ સ્ટેશનની કન્ટીન તેમજ બાથરૂમની પણ મુલાકાત લીધી હતી.

- Advertisement -

અચાનક જ મુલાકાત આવતા બસ સ્ટેશનના કર્મચારીઓમાં દોડધામ જોવા મળી હતી. આ સમયે હર્ષ સંઘવીએ બસ તેમજ બસ સ્ટેશનની સફાઈ માટે પણ સૂચનો આપ્યા હતા અને બાથરૂમની પણ સ્વચ્છતા અંગે ચર્ચા કરી હતી.

મુસાફરોની સુવિધાઓ અને તેમને પડતી અગવડતા જાણવા માટે હર્ષ સંઘવીએ મુસાફરો સાથે વાતચીત પણ કરી હતી. સાથે જ એસટી વિભાગના કર્મચારીઓ સાથે પણ તેમણે વાત કરી સ્થિતીનો તાગ મેળવવા પ્રયાસ કર્યો હતો.

હર્ષ સંઘવીએ બસ સ્ટેશનમાં આવેલી કેન્ટીનની મુલાકાત લઈ ત્યાં ચા પી થોડી વાર બેઠક કરી હતી. આ સમયે તેમની સાથે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ અને દર્શિતા શાહ પણ જોવા મળ્યા હતા.

- Advertisement -

હર્ષ સંઘવીએ મુલાકાત દરમિયાન એસટી બસની સ્વચ્છતા અને સમય બાબતે સૂચનો આપ્યા હતા. સાથે જ બસ સ્ટેશનના સ્ટાફને પણ બસ સ્ટેશનની સ્વચ્છતા અને જાળવણી માટે સૂચન કર્યા હતા. સાથે જ હાજર એસટી કર્મચારીઓ સાથે પણ હળવાશથી વાતો કરી તેમની સ્થિતી અંગે પણ ચર્ચા કરી હતી.

Harsh Sanghvi Rajkot Bus station Visit

આ પ્રકારે ગૃહમંત્રીની અચાનક મુલાકાત અને લોકો સાથે વાત કરવાથી લોકને પણ તેમની દરકાર લેવાતી હોવાનો અનુભવ થયો હતો.

Tag: Harsh Sanghvi Rajkot Bus station Visit Video

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular