Thursday, October 15, 2026
HomeGujaratRajkot : ગોલ્ડ એક્સપોર્ટ કરતી કંપનીના કર્મચારીની હત્યા કરી 3 કરોડનું સોનું-ચાંદી...

Rajkot : ગોલ્ડ એક્સપોર્ટ કરતી કંપનીના કર્મચારીની હત્યા કરી 3 કરોડનું સોનું-ચાંદી લૂંટી લેનારા ઉદયપુરથી ઝડપાયા, કર્મચારીએ જ લૂંટની ટીપ આપી હતી

- Advertisement -

Rajkot City Police have solved the gold robbery-cum-murder case : રાજકોટ શહેરમાં નવરાત્રિના પર્વ દરમિયાન જ તન્વી એક્સ્પોર્ટ ઇન્ડિયા લિમિટેડ (Tanvi Exports India Limited) ના કર્મચારીની હત્યા કરી 3 કરોડના સોના-ચાંદીની લૂંટ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આજી વસાહત વિસ્તારમાંથી ગોલ્ડ રિફાઈનરીમાંથી નીકળેલા કર્મચારીને ચારેક લૂંટારુઓએ આંતરી ફાયરીંગ કરી લૂંટ ચલાવી હતી. ફરાર લૂંટારૂઓને રાજકોટ શહેર પોલીસે રાજસ્થાનની ઉદયપુર પોલીસ (Udaipur Police) ની મદદથી લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા છે. કરોડોની લૂંટમાં કંપનીનો જ એક કર્મચારી સામેલ હોવાની માહિતી સામે આવી છે.

રાજકોટ શહેરમાં લૂંટ વીથ મર્ડરની ઘટનાના સોની બજારમાં ઘેરા પડઘા હતા. ઘટનાના વિરોધમાં 15 ઓક્ટોબરે ગુરૂવારે રાજકોટનું સોની બજાર બંધ રાખવામાં આવ્યું હતું. રાજકોટના આજી વસાહત વિસ્તારમાં આવેલા તન્વી એક્સ્પોર્ટ ઇન્ડિયા લિમિટેડના કર્મચારી લાલભાઈ સરધારા બુધવારે રાત્રિના 3 કરોડની કિંમતનું સોનું-ચાંદી ટુ વ્હીલર પર લઈને જઈ રહ્યા હતા ત્યારે કારમાં આવેલા લૂંટારૂંઓએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. લાલભાઈએ પ્રતિકાર કરતા તેમને છાતીના ભાગે ગોળી મારી સોનું-ચાંદી ભરેલો થેલો લઈને લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ટૂંકી સારવાર દરમિયાન લાલભાઈનું મોત નિપજ્યું હતું. બીજી તરફ ફાયર આર્મ્સનો ઉપયોગ કરી લૂંટ વીથ મર્ડરની બનેલી ઘટનાએ રાજકોટ શહેર પોલીસને દોડતી કરી દીધી હતી. ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સીઓએ સીસીટીવી ફૂટેજ મેળવી લૂંટારૂંઓ સુધી પહોંચવા મથામણ શરૂ કરી દીધી હતી.

- Advertisement -

રાજકોટ ક્રાઇમ બ્રાંચ (Crime Branch Rajkot) ની ટીમે રાજસ્થાનની ઉદયપુર પોલીસની મદદથી લૂંટારૂ ગેંગને અટકાયતમાં લઈ લીધી છે. પોલીસ તપાસમાં તન્વી ગોલ્ડ એન્ટરપ્રાઇઝના કર્મચારીએ જ લૂંટની ટીપ આપી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે લૂંટી લેવાયેલો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 4 લૂંટારૂઓ ઉપરાંત મદદગારી કરનારા સહિતના 9 શખ્સોની ધરપકડ કરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular