Friday, April 17, 2026
HomeGujaratરાજકોટમાં હોસ્પિટલમાંથી આરોપીને ભગાડવાની કોશિશ, ફરજમાં રૂકાવટનો નોંધાયો ગુનો

રાજકોટમાં હોસ્પિટલમાંથી આરોપીને ભગાડવાની કોશિશ, ફરજમાં રૂકાવટનો નોંધાયો ગુનો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખાતે ઈમરજન્સી વિભાગમાં પોલીસ અને આરોપીના પરિવાર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. જેમાં કથિત રીતે આરોપી રાજેશ છગન મકવાણાને પોલીસ વાહનમાં લઈ જઈ રહી હતી ત્યારે આરોપીના પરિવારે આરોપીને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની વિગત એવી છે કે, રાજકોટના લાલપરી વિસ્તારના મફતીયાપરામાંથી તાજેતરમાં જ ડીસીપી ઝોન-1ની ટીમે દરોડો કરી 100 લીટર દારૂ ઝડપી લીધો હતો. એક મહિના પૂર્વેની આ ઘટનામાં દારૂના જથ્થાનો આરોપી રાજેશ છગન મકવાણા ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. પોલીસ પકડથી દૂર આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન નડિયાદથી રાજકોટ આવેલા રાજેશને એલસીબીની ટીમે ઝડપી લીધો હતો.

- Advertisement -

પકડાયેલા આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા આરોપીએ પોલીસ પર આક્ષેપ કર્યા હતા. જેના કારણે કોર્ટે પોલીસને આરોપીનું મેડિકલ ટેસ્ટ કરાવવા માટેનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ પોલીસ આરોપીને લઈ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ કરાવવા પહોંચી હતી. પરંતુ મેડિકલ ટેસ્ટ કરાવી આરોપીને પોલીસ ઈમરજન્સી વિભાગમાંથી બહાર લાવી રહી હતી ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીને પકડી વાહનમાં બેસાડી દેતા ત્યાં હાજર આરોપીની માતા લીલાબેન મકવાણા, પત્ની ભાગ્યશ્રીબેન અને બહેન રૂપાબેને ધમાલ શરૂ કરી હતી. ધમાલ કરી પરિવારજનોએ આરોપીને ભગાડી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પોલીસ આ મામલે આરોપી રાજેશની માતા, બહેન અને પત્નીને ઝડપી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. બાદમાં પોલીસે તમામ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular