નવજીવન ન્યૂઝ. રાંચીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ક્રુર રીતે શરીરના ટુકડા કરીને હત્યા કરવાના બનાવ વધી રહ્યા છે. તાજેતરમાં જ બહુ ચર્ચીત દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસ સામે આવ્યો હતો. જેમાં યુવતીને હત્યા બાદ તેના શરીરના ટુકડા કરવામાં આવ્યા હતા. જોકે ઝારખંડમાં તેનાથી વધુ ખતરનાક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં પત્નીની હત્યા કર્યા બાદ શરીરના ટુકટા કુતરાઓના ઝુડને ખવડાવામાં આવ્યા હતા.
ઝારખંડમાં શ્રદ્ધા હત્યાકાંડ કરતા પણ વધુ ભયાનક રીતે અંજામ આપવામાં આવ્યો હતો. સાહિબગંજમાં જિલ્લામાં એક પતિએ પોતાની બીજી પત્નીની હત્યા કરીને શરીરના અનેક ટુકડા કર્યા હતા. શનિવારે સાંજે 6 વાગ્યે બોરિયો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક આંગણવાડી કેન્દ્રની પાછળ મહિલાના શરીરના ટુકડાઓ મળી આવ્યા હતા. શરીરના ટુકડા કૂતરાઓ ખાતા હતા. ત્યારબાદ મામલો પ્રકાશમાં આવ્યો અને પોલીસને જાણ કરવામાં આવી. જાણકારી મળતા પોલીસના મોટા કાફલા સાથે ડોગ સ્ક્વોડ પણ સ્થળ પર આવી પહોંચી હતી. અત્યાર સુધી 12 ટુકડાઓ મળ્યા છે અને અન્ય અંગોની શોધખોળ ચાલુ છે.
શનિવાર સાંજે આંગણવાડી કેન્દ્રની પાછળ માનવ અંગના ટુકડા મળ્યા બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટના શનિવારે સાંજે પ્રકાશમાં આવી જ્યારે એક વ્યક્તિએ આંગણવાડી કેન્દ્રની પાછળ એક કૂતરાને મહિલાના પગ અને છાતીના ટુકડા ખાતા જોયો. પોલીસે સમગ્ર મામલે હાલ આરોપી પતિ દિલદાર અન્સારીની ધરપકડ કરી છે.
સાહિબગંજમાં એક પતિએ તેની 22 વર્ષની બીજી પત્ની રૂબિકા પહાડીના કટર વડે બાર ટુકડા કરવાનો આરોપ છે. બીજી પત્ની ગોંડા પહારની રહેવાસી હતી. મહિલાએ પ્રેમ લગ્ન બાદ પતિ દિલદાર અન્સારી સાથે બેલટોલાના મકાનમાં રહેતી હતી. દિલદાર પર આરોપ છે કે લગ્નના થોડા દિવસો બાદ જ તેની પત્ની સાથે ઝઘડો થવા લાગ્યો હતો. આખરે ઝઘડાથી કંટાળીને તેણે હત્યાનો પ્લાન બનાવ્યો અને પછી તેની પત્નીની હત્યા કરી અને તેના શરીરના વીજળી કટર વડે 12 ટુકડા કરી આંગણવાડી કેન્દ્રની પાછળ ફેંકી દીધા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








