Tuesday, March 17, 2026
HomeGujaratBhavnagarપાલનપુરના DySPનો પુત્ર કેનેડામાં ગુમ થયા બાદ રહસ્યમય લાશ મળી

પાલનપુરના DySPનો પુત્ર કેનેડામાં ગુમ થયા બાદ રહસ્યમય લાશ મળી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ : વિદેશની ધરતીમાં સપના સાકાર કરવા ગયેલા વધુ એક વિદ્યાર્થીનું રહસ્યમત મોત નિપજ્યું છે. જે વિદ્યાર્થીનું કેનેડામાં મોત (Youth Dies In Canada)નિપજ્યું છે, તેના પિતા ગુજરાત પોલીસમાં (Gujarat Police) ફરજ બજાવે છે અને હાલમાં પાલનપુર DySP (Palanpur DySP) તરીકે તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેઓ તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની સિક્યોરિટીમાં રહી ચૂક્યા છે. કેનેડામાં હર્ષ પટેલ (Harsh Patel) નામનો વિદ્યાર્થી ગુમ થયા બાદ તેની લાશ મળી આવી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, મૂળ ભાવનગરના (Bhavnagar) વતની અને હાલમાં પાલનપુર ખાતે DySP રમેશ ડાંખરાનો 23 વર્ષનો પુત્ર આયુષ ડાંખરા ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરીને વધુ અભ્યાસ માટે ચાર વર્ષ પહેલા કેનેડા ગયો હતો. કેનેડામાં ત્રણ વર્ષ કોલેજ કર્યા બાદ માસ્ટર ડિગ્રીનો યોર્ક યુનિવર્સિટીમાં (York University) અભ્યાસ કરતો હતો. છ મહિનામાં આયુષની માસ્ટર ડિગ્રી પણ પૂરી થવાની હતી. આયુષ કેનેડામાં તેના 4 જેટલા ગુજરાતી મિત્રો સાથે રહેતો હતો.

- Advertisement -

આયુષ ગત 5 મેના રોજ ઘરેથી નિકળ્યા બાદ પરત ફર્યો ન હતો. દોઢ દિવસ વીતી જવા છતાં આયુષ ઘરે ન આવતા મિત્રોએ આયુષના પિતા રમેશ ડાંખરાને ફોન કરીને જાણ કરી હતી કે, આયુષ ઘરે આવ્યો નથી અને ફોન પણ ઉપાડતો નથી. જેથી પિતાએ ત્યાંના પોલીસ સ્ટેશનમાં આયુષ ગુમ થયો હોવાની ફરિયાદ લખાવાનું કહ્યું હતું. આયુષના પિતાના જણાવ્યા અનુસાર, મિત્રોએ કેનેડા પોલીસમાં આયુષ ગુમ થયો હોવાની ફરિયાદ કરી હતી.

ફરિયાદ કર્યાના ગણતરીના કલાકોમાં આયુષની ડેડ બોડી મળી આવતા પોલીસે તેમના મિત્રોને જાણ કરીને ખરાઈ કરવા માટે બોલાવ્યા હતા. પરંતું મિત્રોને શંકા થઈ આયુષ છે કે નહીં અને આખરે ત્રીજા દિવસે પાક્કું થયું કે ડેડ બોડી આયુષની જ હતી. હાલ આયુષના મોતનું કારણ ત્યાંની પોલીસ તપાસી રહી છે. પરંતું જે કોલેજમાં આયુષ અભ્યાસ કરતો હતો તે જ કોલેજમાં અમદાવાદના વિદ્યાર્થી હર્ષ પટેલ પણ ગુમ થયા બાદ લાશ મળી આવી હતી. એક સરખા કિસ્સામાં બે ગુજરાતીઓ વિદ્યાર્થીઓ જીવ ગુમાવતા હાલમાં કેનેડામાં રહેલા ગુજરાતી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

TAG: Palanpur DySP Son Harsh Patel Died in Canada, York University

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular