નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં ગુરૂ-શિષ્ય વચ્ચેના સબંધને લાંછન લગાડતી ઘટનાનો આરોપ સામે આવ્યો છે. જે મામલે કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપિતને પત્ર લખી પોલીસ ફરિયાદ કરવાની માગણી કરી છે. મહત્વની વાત છે કે, રાજકોટના કાલાવડ રોડ પર સ્થીત માતૃશ્રી વીરબાઈમાં મહિલા કોલેજ સાયન્સના પ્રાધ્યાપકે બે વિદ્યાર્થીની પાસે અભદ્ર માગણી કરી હતી જે મામલો એન્ટીસેક્સ્યુઅલ હેરેસમેન્ટ સમિતિ પાસે પહોંચ્યો હતો.
રોહિતસિંહે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મહિલાસ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક સંજય તેરૈયા વિરૂધ્ધ પિડીત વિદ્યાર્થીનીઓએ અભદ્ર માગણી કર્યાની ફરિયાદ પ્રિન્સીપલને કરી હતી. પરંતુ આ ફરિયાદના ત્રણ મહિના બાદ પણ આ સંદર્ભે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. જેનો સીદો મતલબ છે કે, આરોપી પ્રાધ્યાપકને છાવરવામાં આવે છે. કારણે કે નિયમ મુજબ તો કોલેજ કક્ષાએ ફરિયાદીએ એન્ટીસેક્સ્યુઅલ હેરેસમેન્ટ સમિતિને ફરિયાદ કર્યા બાદ તાત્કાલીક તપાસ સમિતિની રચના થવી જોઈએ. બાદમાં સંલગ્ન યુનિવર્સિટી અને મહિલા આયોગને આ મામલે જાણ કરવાની રહે છે. પણ આ કિસ્સામાં કંઈ થયુ જ નથી અને પ્રિન્સીપલએ આરોપીને મદદ કરવાનું કાર્ય કર્યું છે તેમ કહી શકાય.
વધુમાં રોહિતસિંહ રાજપૂતે માગણી કરી છે કે, આ મામલે કોલેજ સંચાલક પાસેથી પણ ખુલાસો માગવામાં આવે અને યુનિવર્સિટી દ્વારા કોલેજ સિવાયના વ્યક્તીઓની સમિતિની રચના કરવામાં આવે અને અહેવાલ ન આવે ત્યાં સુધી પ્રાધ્યાપક અને પ્રિન્સીપલને કોલેજમાં નહીં આવવા દેવા જોઈએ. જેથી મામલાની તપાસ પારદર્શક રીતે થાય. સાથે જ માગણી કરી છે કે, પ્રાધ્યાપક અને પ્રિન્સીપલ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








