Friday, April 17, 2026
HomeGujaratરાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં યુવકે ફિનાઈલ પીવાનું કર્યું તરકટ, વાંચો શું હતું...

રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં યુવકે ફિનાઈલ પીવાનું કર્યું તરકટ, વાંચો શું હતું કારણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ઘસી આવી એક યુવકે આત્મહત્યાનું તરકટ કર્યું હતું. યુવકે એક ઘૂંટ ફિનાઈલ પી પોલીસની રાહ જોતો હોય તેમ રાહ જોઈ હતી. એની ધારણા અનુસાર ફરજ પરના પોલીસ કર્મીઓ ગણતરીની સેકંડમાં યુવકને અટકાવવા પહોંચી ગયા હતા. આ મામલે પોલીસે યુવકની અટકાયત કરી હતી. યુવકે આ પ્રકારે આત્મહત્યાનું તરકટ કર્યા પાછળ તેને બળજબરી પૂર્વક છૂટાછેડા લેવડાવ્યા હોવાનું અને પોલીસે કાર્યવાહી નહીં કર્યાનું કારણ જણાવ્યું હતું.

એક અહેવાલ પરથી માહિતી મળે છે કે, ગતરોજ પોલીસ કમિશનર કચેરીમાં યુવાને ફિનાઈલ પીતા હાજર પોલીસ કર્મચારીઓએ ફિનાઈલની બોટલ ઝૂંટવી અટકાવ્યો હતો. ગોપાલનગર વિસ્તારમાં રહેતા પ્રતિક હિતેશભાઈ પારેખ નામના યુવકને પોલીસે આવું કરવા પાછળનું કારણ પુછતા યુવકે જણાવ્યું હતું કે, તેના પરિચિત આશિષ રાવલનો ભાઈ પિનાકિન તેના માસીના દિકરા ઈલેશ વસાવડા સથે બે મહિના પહેલા તેના ઘરે આવ્યા હતા. ઘરે આવી બંનેએ હિતેશને જણાવ્યુ્ં કે તારી પત્ની સાથે મનમેળ નહીં આવે માટે તું છૂટાછેડા લઈ લે. પરંતુ છુટાછેડા નથી લેવા તેમ કહેતા બંનેએ છરી બતાવી હતી અને બળજબરી કરી સામાન લઈ ગયા અને છૂટાછેડા કરાવ્યા હતા.

- Advertisement -

યુવકનો આરોપ છે કે, તેણે આ મામલે ગત 11 નવેમ્બરના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજીબાદ પોતાને હૂડકો પોલીસ ચોકીમાં બોલાવી જણાવાયું કે તમને અને તમારા પત્નીને નિવેદન માટે બોલાવીશું. બાદમાં આજ સુધી આ મામલે કોઈ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા થઈ નથી. ત્યારે ચાર દિવસ પહેલા પિનાકિને ફોન કર્યા બાદ ઘરે આવી હત્યા કરવાની ધમકી આપી હતી. આમ પોલીસે તેની ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી નહીં કરતા અને આરોપીઓ દ્વારા ધમકી મળતા કંટાળી યુવકે આ પગલું ભર્યાનું કથન પોલીસ સમક્ષ કર્યાની માહિતી આપી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular