નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: રાજકોટમાં (Rajkot) ભરવાડ સમાજે (bharwad Samaj)એક મહત્વનો નિર્ણય કરી સમાજમાંથી કેટલાક રિવાજો હટાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે ભરવાડ સમાજમાં હવેથી સામૂહિક પહેરામણી પ્રથા બંધ કરવામાં આવશે. સાથે જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે ભરવાડ સમાજના (bharwad community) બંધારણની પણ રચના કરવામાં આવશે. આ ઉપરાંત લગ્ન પ્રસંગે રોકડ રકમની લેતી-દેતી અને સોનું ચઢાવવાની પ્રથા પણ બંધ કરવાની વિચારણા કરવામાં આવી રહી હોવાના અહેવાલ છે.
આજના ટેકનોલોજીવાળા યુગમાં હજુ પણ કેટલાક સમાજમાં કેટલાક કુરિવાજો ઘર કરી ગયા છે. જેને જોતા અને સતત બદલાતા સમયને અનુસરીને હવે ભરવાડ સમાજના આગેવાનો વડીલો આગળ આવ્યા છે અને સમાજમાં ક્રાંતિ લાવવાના પ્રયાસો હાથધરી રહ્યા છે. જેમનો ઉદ્દેશ્ય સમાજમાં સુધારા સાથે બદલાવ આવે કેટલાક બીનજરૂરી રિવાજો બંધ થાય તેમજ સમય સાથે સમાજ પણ આગળ આવે તેવો છે. ભરવાડ સમાજે પણ હવે સમાજ સુધારાને લઈ અનોખી પહેલની શરૂઆત કરી છે.
આ અંગે ભરવાડ સમાજના અગ્રણી જુંજા ભરવાડે જણાવ્યું હતુ કે હાલના તબક્કા સમાજમાં જે અભિયાન ચાલી રહ્યું છે એ બદલાવ માટેનું છે. ત્યારબાદ મોટી-મોટી બેઠકોનું આયોજન કરી ધર્મગુરુઓના સલાહ સૂચનો મુજબ આગામી દિવસોમાં સમાજ બંધારણની રચના કરવામાં આવશે. જેમાં નિયમો ન પાળનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને સમાજમાંથી બહિષ્કાર કરવા સુધીની તૈયારી દર્શાવવામાં આવી છે.
સમાજમાં હાલના શું છે રિવાજો
છાબ પેટે લેવાય છે લાખોની રકમ
લગ્ન નક્કી થયા છે પછી લાખો રૂપિયાના રોક્ડની લેતી-દેતી થાય છે.
સામાન્ય રીતે લગ્નમાં ચઢાવાયા છે 20 થી 30 કિલો સોનું
છાબની રકમથી માત્ર કપડાની ખરીદી
મોટો પરિવાર હોય તો ઓછામાં ઓછો 200 જેટલી સાડી કરવી પડે છે પહેરામણી
કેટલા રિવાજ બંધ થશે
છાબની રકમ માત્ર જરૂર પૂરતી જ રહેશે
રોકડની લેતી-દેતી કરાશે સદંતર બંધ
છાબ પેટે માત્રે 21 હજાર રૂપિયા જેટલી રકમ ટોકન પેટે લેવામાં આવશે
10 તોલાથી વધુ સોનાના દાગીના ન ચડાવવા વિચારણા
છાબની રકમમાંથી માત્ર જરૂર પૂરતી સાડી- ડ્રેસની કરાશે ખરીદી
પહેરામણી પ્રથા માત્ર શુકન પૂરતી જ રહેશે
પહેરામણી પ્રથામા નજીકના જ સભ્યોને સાડી-સાલની કરાશે પહેરામણી
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








