નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara ACB Trap: સરકારી પગાર ઓછો પડતા કેટલીક વખત સરકારી બાબુઓ સત્તાનો ફાયદો ઉપાડીને ઉપરની આવકનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. જેના કારણે તેમને જેલની પણ હવા ખાવી પડતી હોય છે. ત્યારે આવા જ એક નાયબ મામલતદાર ઉપરની આવક મેળવવા જતા એ.સી.બી.ના હાથે ઝડપાઈ ગયો છે. જેમાં વડોદરાના (Vadodara) કરજણ (Karjan) તાલુકાના નાયબ મામલતદાર (Deputy Mamlatdar) પંચક્યાસ માટે રૂપિયા 50 હજારની લાંચની (Bribe) માગણી કરતા એ.સી.બી.ના (ACB Vadodara) હાથે ઝડપાયા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના કરજણમાં ફરિયાદી સરકારી યોજના સુજલામ-સુફલામ યોજના અંતર્ગત માંકણ ગામના તળાવમાંથી તેઓની માલીકીના સર્વે નં. 117માં માટી પુરાણના કામ માટે પંચાયત ખાતે અરજી કરી હતી. આ અરજીના અંગે ગ્રામ પંચાયત કચેરીએ ઠરાવ કરી આપ્યો હતો. ત્યારબાદ મામલતદાર કચેરી દ્વારા ફરિયાદીને સ્થળ પર બોલાવીને પંચક્યાસ કરવામાં આવ્યું હતું. આ પંચક્યાસ અરજદારને આપવા માટે નાયબ મામલતદાર રાજેશકુમાર મહેન્દ્રભાઈ પટેલે અરજદારને કહ્યું હતું કે, અમારા વ્યવહારનું શું? આમ નાયબ મામલતદારે લાંચની માગણી કરતા અરજદારે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરી ફરિયાદા કરી હતી.
આમ અમારા વ્યવહારનું શું? તેમ કહી લાંચ પેટે રૂપિયા 50 હજારની માગણી કરતા નાયબ મામલતદારને ઝડપી લેવા માટે ભરૂચ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એસ.વી. વસાવા દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આરોપી સાથે રકઝક બાદ લાંચ પેટે રૂપિયા 50 હજારના બદલે રૂપિયા 30 હજાર લેવા નાયબ મામલતદાર રાજેશ કુમાર મહેન્દ્રભાઈ પટેલ તૈયાર થયો હતો અને આ લાંચની રકમ સ્વિકારતા જ એ.સી.બી.એ તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ એ.સી.બી.એ વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: લાંચ આપવી અને લેવી અપરાધ છે. જો આપની પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી કોઈ પણ પ્રકારની લાંચની માગણી કરે તો એ.સી.બી. (એન્ટી કરપ્શન બ્યુરો)ને જાણ કરો. આ માટે ટોલ ફ્રી નંબર 1064 તેમજ ફોન નંબર 079-22866772 પર ફોનથી અથવા વોટ્સએપ નંબર 9099911955 પર ફરિયાદ કરી શકો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796