નવજીવન ન્યૂઝ. રાજકોટ: Jetalsar Srushti Raiyani murder case: રાજકોટ જિલ્લાના જેતપુરમાં (Jetpur) 2 વર્ષ પહેલા ધોરણ 11માં અભ્યાસ કરતી સૃષ્ટિ રૈયાણીની કરપીણ હત્યા (Srushti Raiyani murder) મામલે કોર્ટે આરોપીને ફાંસીની સજા (death sentence) સંભળાવી છે. આરોપી જયેશ સરવૈયા દ્વાર જેતલસરમાં (Jetalsar) સૃષ્ટી રૈયાણીને છરીના 36 ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી સાથે જ સગીરા સૃષ્ટીને બચાવવા વચ્ચે પડેલા તેના ભાઈ હર્ષને પણ આરોપીએ 5 જેટલા છરીના ઘા ઝીંકી દિધા હતા. આ ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો અને જેતલસર અને જેતપુર સહિતના ગામ બંધ રાખી કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી હતી. ત્યારે આ મામલે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળવાતો ચૂકાદો આપતા પરિવારને ન્યાય મળ્યાનો અહેસાસ થયો હતો.
સૃષ્ટીનો પીછો કરતો હતો આરોપી
ઘટનાની વિગત એવી છે કે વર્ષ 2021ની 16 માર્ચના રોજ જેતપુરમાં આરોપી જયેશ સરવૈયા દ્વારા ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરા સૃષ્ટી રૈયાણીની છરીના 36 ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આરોપી જયેશ સગીરાના એક તરફી પ્રેમમાં હોય કેટલીય વખત સૃષ્ટીનો પીછો પણ કરતો રહેતો અને પજવણી પણ કરતો હતો. બાદમાં તેણે સગીરાના જેતલસર સ્થિત ઘરમાં ઘુસી લગ્ન કરવાનું દબાણ પણ કર્યું હતું. પરંતુ સૃષ્ટી આરોપી જયેશના તાબે નહીં થતા આરોપીએ તેની હત્યાનો કારસો ઘડ્યો હતો.

સગીરા તાબે નહીં થતા ઘરમાં ઘુસી હત્યા કરી
સગીરા તાબે નહીં થતા જયેશે તેને ઢોરમાર મારી પ્રેમ કબુલ કરવા કહ્યું છતાં પણ સગીરા તાબે થઈ ન હતી. જેના કારણે ગિન્નાયેલા જયેશે પડખામાંથી છરી કાઢી મારી નહીં તો કોઈની નહીં તેવા આશયથી ધડાધડ 32 છરીના ઘા ઝીંકી દીધા હતા. લોહલુહાણ હાલતમાં કણસતી બહેનને બચાવવા ઘરમાં રહેલો તેનો ભાઈ હર્ષ વચ્ચે પડતા જયેશે તેને પણ છરીના ઘા ઝીંકતા તે પણ ઘાયલ થઈ પડી ગયો હતો. છતાં પણ જયેશ જાણે સૃષ્ટીને જીવવાનો એકપણ મોકો ન આપવા ઈચ્છતો હોય તેમ 4 છરીના ઘા માર્યા હતા. બાદમાં તે આરામથી ઘટના સ્થળેથી જતો રહ્યો હતો.
સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના
જેતલસરના ચકચારી સૃષ્ટી રૈયાણી હત્યા કેસને પગલે સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળો પર પ્રદર્શન અને ન્યાયની માગણી કરવામાં આવી હતી. સાથે જ જેતપુર સહિતના ગામ સજ્જડ બંધ રાખી સ્થાનિકોએ પણ ઘટનાને વખોડી આરોપીને ફાંસી સજાની માગણી હતી. સમાજના ભારે વિરોધ બાદ ઘટનાની તપાસ માટે તત્કાલીન એલ.સી.બી. પી.આઈ. અજયસિંહ ગોહિલની અધ્યક્ષતામાં સીટની રચના પણ કરવામાં આવી હતી. જેમાં જેતપુર તાલુકાના પી.એસ.આઈ. પી.જે. બાંટવા, ધોરાજીના મહિલા પી.એસ.આઈ. કદાવલા સહિતનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે જ આ કેસ લડવા માટે સરકાર તરફથી સ્પેશિયલ સકારી વકીલ જનક પટેલની પણ નિમણૂક કરવામાં આવી હતી.
મૃત્યુ દંડની સજા
ત્યારે આ કેસ જેતપુરની સેસન્સ કોર્ટ સમક્ષ ચાલતા આજરોજ કોર્ટે મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે. જેમાં જેતપુર સેશન્સ જજ આર.આર.ચૌધરીએ સરકારી વકીલની દલીલોને સાંભળી અને આરોપી જયેશ ગિરધરભાઈ સરવૈયાને ફાંસીની સજા ફરમાવી છે. સાથે જ કોર્ટે આરોપીને હત્યાના પ્રયાસ માટે 10 વર્ષની કેદ અને રૂપિયા 5 હજારનો દંડ તેમજ પોક્સો મામલે 3 વર્ષની સજા ફટકારી રૂપિયા 2500નો દંડ ફટકાર્યો છે.
TAG: Jetalsar Srushti Raiyani murder case, Rajkot Crime News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








