નવજીવન ન્યૂઝ. પાટણઃ Patan News: નશામુક્તિ કેન્દ્રમાં (de-addiction centre) લોકો પોતાની આદાત છોડવા માટે જતાં હોય છે અથવા તો પરિવાર દ્વારા મોકલવામાં આવતા હોય છે. પરંતું નશામુક્તિ કેન્દ્રમાં તેમની સાથે કઈ રીતનો વ્યવહાર કરવામાં આવતો હોય છે તેનું ઉદાહરણ પુરો પાડતો સતત બીજો કિસ્સો પાટણમાં (Patan) સામે આવ્યો છે. પાટણના નશામુક્તિ કેન્દ્રમાં (Nasha Mukti Kendra) યુવકને માર મારવામાં આવતા મામલો પોલીસ (Patan Police) સ્ટેશનએ પહોંચ્યો છે. થોડા દિવસ અગાઉ પાટણમાં જ નશામુક્તિ કેન્દ્રમાં યુવકને ઢોર મારમારતો હોવાનો સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામમાં આવેલા નજીવન ટ્રસ્ટ નામના નશામુક્તિ કેન્દ્રમાં એક યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. મોરબી જિલ્લાના ટંકારા ગામનો યુવક નશાની આદત છોડવા માટે આ નશામુક્તિ કેન્દ્રમાં આવ્યો હતો. આ યુવકને નશામુક્તિ કેન્દ્રના સંચાલકો અને તેમાં રહેલા કેટલાક લોકો દ્વારા માર માર્યો હતો. યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ હતી. સમગ્ર મામલની વધુ તપાસ માટે ચાણસ્મા પોલીસ અને પાટણ DySP સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. યુવકને માર માર્યાના બનાવમાં 8 લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાટણના સિદ્ધપુરમાં આવેલા એક નશામુક્તિ કેન્દ્રમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. મહેસાણાના મોતીદાળ ગામનો રહેવાસી હાર્દીક સુથાર 20 દિવસ અગાઉ નશામુક્તિ કેન્દ્રમાં આવ્યો હતો. ગત 17 ફેબ્રુઆરીના રોજ નશામુક્તિ કેન્દ્રમાંથી યુવકના મામા પર ફોન આવ્યો હતો કે, હાર્દીકે પોતાના હાથમાં છરીના ઘા માર્યો છે, તેનું બીપી ઘટી ગયુ છે, જેથી હોસ્પિટલ લઈ જઈએ છીએ. તેના બીજા દિવસે હાર્દીકનું મોત નિપજ્યું હોવાનું સંચાલકો દ્વારા યુવકના મામાને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. પરિવારજનોને બોલાવીને બીપી ઘટી ગયુ હોવાનો કારણે મોત થયું હોવાનું કહીને પરિવારને સાથે રાખીને અંતિમ સંસ્કાર રાખ્યા હતા. સમગ્ર મોત મામલે પોલીસ તપાસ કરતા નશામુક્તિ કેન્દ્રના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા. જેમાં યુવકને ત્રણથી ચાર લોકોને પકડી રાખ્યો હતો અને અન્ય લોકો નિર્દયતાથી લાકડીથી માર મારવામાં આવ્યો હતો. 1 કલાક સુધી યુવકને માર મારવામાં આવતા તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે સંદીપ પટેલ, જીતુ સાવલિયા, જૈનિશ, ગૌરવ, મહેશ રાઠોડ, જયેશ ચૌધરી અને વ્યસન મુક્તિ કેન્દ્રના ડિરેક્ટર નીતિન ચૌધરી સહિત સાત આરોપીઓની ધરપકડ કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








