નવજીવન ન્યૂઝ. ફતેહપુર: UP Gang Rape With 2 Minors: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ફતેહપુર (Fatehpur) જિલ્લામાં 2 સગીરા સાથે દુષ્કર્મ અને 5 સગીરાના અપહરણના (Kidnap) પ્રયાસનો ચકચારી મામલો સામે આવ્યો છે. જેમાં મેળો જોવા માટે ગયેલી સગીર વયની બહેનપણીઓ હવસનો શિકાર બની છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ (Fatehpur Police) હરકતમાં આવી હતી અને 6 આરોપીઓની ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં મેળો જોવા ગયેલી 2 સગીરાઓનું અપહરણ કરી ગેંગરેપ ગુજારવાની ઘટના સામે આવી છે. 6 યુવકોએ આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે મેળો જોવા ગયેલી અન્ય 5 સગીરાઓ પણ સ્થળ પર હાજર હતી. આરોપીઓએ આ સગીરાઓનું પણ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નાસી જવામાં સફળ રહી હતી. આ ઘટનાી જાણ થતા જ સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો હતો અને કાર્યવાહીની માગણી ઉઠી હતી.
ચકચારી દુષ્કર્મની ઘટનાની જાણ થતા જ એસ.પી. સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સાથે જ પોલીસે 6 આરોપી યુવકોની ધરપકડ કરી લીધી હતી. ઘટનાની પીડિત સગીરાઓને મેડિકલ ચેકઅપ માટે ખસેડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હુસેનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સેનપુર ગામમાં સોભન સરકારનો 5 દિવસનો મેળો યોજાયો છે. આ મેળો જોવા માટે હુસેનગંજના એક ગામની 7 સગીર બેહનપણીઓ ગઈ હતી. દરમિયાન સગીરાઓ પર નજર બગાડી 6 યુવકોએ બે સગીરાનું અપહરણ કરી ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. સાથે જ આરોપીઓએ અન્ય સગીરાઓેના અપહરણની કોશીશ કરી હતી પરંતુ સગીરાઓએ બુમો પાડવા લાગતા આરોપીઓ નાસી ગયા હતા. સગીરાઓની બુમો પાડવાના અવાજના કારણે આસપાસમાં હાજર લોકો પણ ત્યાં પહોંચી જતા 5 સગીરાનો બચાવ થઈ ગયો હતો. પરંતુ 2 સગીરાનું અપહરણ કરવામાં આરોપીઓ સફળ રહ્યા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતા પારખી ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 6 આરોપીની તાત્કાલીક ધરપકડ કરવામાં આવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796