Tuesday, June 30, 2026
HomeGeneralરાજકોટ: સ્યુસાઈડ કેસમાં યુવતીએ 25 લાખ રૂપિયા અને એક ફ્લેટની માંગણી કરી,...

રાજકોટ: સ્યુસાઈડ કેસમાં યુવતીએ 25 લાખ રૂપિયા અને એક ફ્લેટની માંગણી કરી, સુરજ ભુવાજીએ ખુલાસો આપ્યો VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં ત્રણ દિવસ અગાઉ જુનાગઢની એક યુવતીએ ઝેરી દવા પીને રાજકોટ પોલીસ મથકએ પહોંચી હતી. જો કે આ યુવતીએ આત્મહત્યા કરતાં પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. આ યુવતીની દવાની અસરને કારણે તબીયત લથડતાં તેને સારવાર માટે ખસેડાઈ હતી. યુવતી સારવાર હેઠળ છે આ ઘટનામાં સુરજ ભૂવાજીનો ઉલ્લેખ કરી ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું હતું. આ બાબતે સુરજ ભુવાજીએ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને સ્પષ્ટતા આપી પોતાનો બચાવ કર્યો હતો.



પ્રાપ્ત વિગત અનુસાર, જુનાગઢની યુવતીએ સુરેશ ભુવાજી સામે આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે ભૂવાજી પાસે તે જોવડાવવા ગઈ હતી ત્યાર બાદ તેના સંપર્કમાં આવી હતી. આ ભુવાએ 10 મહિના સુધી શોષણ કર્યું હતું અને તેને ગર્ભવતી કરી દીધી હતી. ત્યારબાદ તેને તરછોડી દીધી હતી. આ બાબતે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

સમગ્ર બાબતે સુરજ ભુવાજીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો મૂકીને કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં મને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે, મારા વિરુદ્ધ જે ફરિયાદ થઈ છે તે તદ્દન ખોટી છે, મારે તે વ્યક્તિ સાથે સારા સંબંધ હતા અને તેણે ઘણો ઉપયોગ કર્યો, મારી પાસે ઘણી બધી વસ્તુઓ માટે ડિમાન્ડ કરતી હતી, મારાથી બની શકતી ડિમાન્ડ મેં પૂરી કરી છે, પણ જ્યારે મારાથી ડિમાન્ડ પૂરી થઈ શકે તેવી પરિસ્થિતિ ન હોવાથી તે વ્યક્તિ મને ડિવોર્સ લેવા માટે મજબૂર કરતી, નાની-મોટી વાતે હાથમાં બેલ્ડના ચેકા મારી મને બ્લેકમેઈલ કરી હતી, યુવતીએ 25 લાખ રૂપિયા અને એક ફ્લેટ માગ્યો હતો અને નહીં આપે તો ખોટી ફરિયાદ કરીને બદનામ કરવાનું કહ્યું હતું.

- Advertisement -



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular