Tuesday, June 30, 2026
HomeGeneral'બોમ્બ-બારુદ જોઈએ છે, સલાહ નહીં...': અમેરિકાની યુક્રેનને રાજધાની કીવ છોડી દેવાની સલાહને...

‘બોમ્બ-બારુદ જોઈએ છે, સલાહ નહીં…’: અમેરિકાની યુક્રેનને રાજધાની કીવ છોડી દેવાની સલાહને રાષ્ટ્રપતિએ ફગાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કીવઃ રુસી સેના યુક્રેનમાં ભયંકર તબાહી મચાવી મુકાઈ છે. તેને જોતા અમેરિકાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કીને કીવને ખાલી કરાવવા કહ્યું હતું, પરંતુ તેમણે ઈન્કાર કરી દીધો. તે વાત એસોસિએટેડ પ્રેસની એક રિપોર્ટમાં કહેવાઈ છે. એક વરિષ્ઠ અમેરિકી ગુપ્ત અધિકારીના હવાલાથી અપાયેલી આ રિપોર્ટમાં કહેવાયું છે કે, જેલેંસ્કીએ કીવ ખાલી કરવાના પ્રસ્તાવને ફગાવતા કહ્યું કે લડાઈ અહીં છે, મને બોમ્બ બારૂદ જોઈએ, ન ભાગી નીકળવાની સલાહ. અધિકારીએ જેલેંસ્કીને ઉત્સાહી વ્યક્તિ કહ્યા છે.

જણાવી દઈએ કે રશિયા-યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. તમામ દેશોએ આના પર મતદાન કરવાનું હતું. જોકે, ભારતે આ વોટિંગમાંથી પોતાને બાકાત રાખ્યા હતા. ભારતે કહ્યું છે કે તમામ સભ્ય દેશોએ મતભેદો અને વિવાદોના સમાધાન માટે રાજદ્વારી પ્રયાસો કરવા જોઈએ.

- Advertisement -



શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ ઠરાવની તરફેણમાં 11 મત પડ્યા હતા. ચીન, ભારત અને સંયુક્ત આરબ અમીરાત મતદાનથી દૂર રહ્યા હતા. સુરક્ષા પરિષદમાં આ ઠરાવ પસાર થઈ શક્યો ન હતો કારણ કે કાઉન્સિલના કાયમી સભ્ય રશિયાએ તેનો વીટો કર્યો હતો. મતદાન બાદ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ટ્વીટ કર્યું કે વિશ્વ અમારી સાથે છે, સત્ય અમારી સાથે છે, જીત અમારી છે.

આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિએ અમેરિકાને આડે હાથ લેતા કહ્યું કે, “અમે એકલા હાથે અમારા દેશની રક્ષા કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે યુક્રેનની રાજધાની કિવ પર રશિયન મિસાઈલ હુમલા બાદ લોકો દેશ છોડીને પડોશી દેશોમાં ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજધાની કિવ પર મિસાઈલ હુમલા વચ્ચે શુક્રવારે યુક્રેનિયન નાગરિકોએ પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયામાં મોટી સંખ્યામાં ઘૂસણખોરી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો સરહદ પર કલાકો સુધી રાહ જોતા પણ જોવા મળ્યા હતા.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular