નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં નજીવી બાબતે હત્યાનો પ્રયાસ કરી ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. રોંગ સાઈડમાં વાહન ચાલવવા બાબતે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બનતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
માહિતી અનુસાર, રાજકોટમાં માધાપર ચોકડી પાસે મોડી રાત્રે ચેતન રાઠોડ નામના યુવકની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે બ્રિજરાજ સિંહ ચુડાસમા તેનું છોટા હાથી વાહન રોંગ સાઈડમાં ચલાવી રહ્યો હતો તે દરમિયાન ચેતન રાઠોડના ભાઈ સતીશે તેને વાહન બરાબર ચાલવાનું કહ્યું હતું. જેથી છોટા હાથીનો વાહન ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.
બ્રિજરાજ સિંહ ચુડાસમા અને તેની સાથેના અન્ય યુવરાજ સિંહ ચુડાસમા, વીરભદ્રસિંહ કિશોરસિંહ જાડેજા તેમજ સચિન બાબરીયાએ સતીશ સાથે ઝઘડો કર્યો હતો. તે દરમિયાન યુવરાજસિંહ જાડેજાએ ગાડીમાંથી રિવોલ્વર કાઢીને સતિશના માથામા રિવોલ્વરનો હાથો માર્યો હતો અને હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બનાવ બાદ દિપક બાબરિયા આવ્યો હતો અને બંને ભાઈઓને મારમાર્યો હતો.
ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્રિત થઈ જતાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર બાબતે પોલીસને જાણ થતાં ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ઉપરાંત ચેતન અને સતિશને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ચેતનની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











