Friday, March 29, 2024
HomeGujaratRajkotનોકરીની શોધમાં તમે પણ આવી ભુલ ન કરી બેસતા, અખબાર અને વેબસાઈટની...

નોકરીની શોધમાં તમે પણ આવી ભુલ ન કરી બેસતા, અખબાર અને વેબસાઈટની જાહેરાતોથી રહેજો સાવધાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ હાલમાં ટેકનોલોજીનો યુગ માણસોને મદદ રૂપ તો થઈ રહ્યો છે સાથે એટલો જ ખતરનાક પણ બની રહ્યો છે, આજના સમયમાં ઠગો તમારા ખીસ્સામાં હાથ નાખ્યા વગર જ તમારૂ પાકીટ ખાલી કરી નાખે છે. ટેકનોલોજીનો યુગ જેમ-જેમ આગળ વધી રહ્યો છે, તેમ ચોર ટોળકી પણ સ્માર્ટ બનતી જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી જુદી-જુદી મોડેસ ઓપરેન્ડી થકી લોકો ઓનલાઈન ફ્રોડનો ભોગ બની રહ્યા છે. ત્યારે હાલમાં નોકરીના બહાને લોકો વધુ છેતરાતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: 2 પતરાવાળા રૂમમાં ચાલતી હતી શાળા, રાજકોટના જાગૃત વાલીએ ભાંડો ફોડ્યો

- Advertisement -

અખબારોમાં કે ઓનલાઈન વેબસાઈટમાં નોકરીની જાહેરાતો આવતી હોય છે. સામાન્ય માણસ નોકરી મળશે તેવી આશા રાખીને તેમનો સંપર્ક કરતાં હોય છે, પરંતું તેમને ક્યાં ખબર કે તેમણે સાઈબર ફ્રોડના સંકજામાં આવી ગયા છે. આ પ્રકારનો જ બનાવ રાજકોટમાં સામે આવ્યો છે. જ્યાં એક સામાન્ય માણસે વિદેશમાં નોકરી કરવા બાબતની જાહેરાત ન્યૂઝ પેપરમાં જોઈ હતી. વિદેશમાં સારો પગાર મળશે અને પૈસા ટકે સુખી થઈ જશે તેવી આશા સાથે રાજકોટના સોંદરવા રમેશે જાહેરાતમાં આપેલા નંબરનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો: “મમ્મી-પપ્પા માફ કરશો, પેપર નબળા ગયા છે” ચિઠ્ઠી લખીને MBBSના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

કેનેડામાં નોકરી અપાવા, વીઝા કઢાવા અને રૂપિયા કમાવાની લાલચમાં આપીને ગઠીયાઓએ રૂપિયા 2,30,000 પડાવી લીધા હતા. સામાન્ય માણસ પાસેથી લાખો રૂપિયા ગઠીયાઓએ પડાવી લેતા સમગ્ર મામલાની જાણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કરી હતી. સાયબર ફ્રોડ કરનારા એવી મોડેસ ઓપરેન્ડી વાપરતા હોય છે કે, તેમને પકડવા લોઢાના ચણા ચાવવા જેવી વાત હોય છે. કેમ કે તમે જે રૂપિયા આપો છો, તેનાથી કોઈકનું ક્રેડીટ કાર્ડનું બિલ ભરાઈ જાય છે, તો એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાંથી બીજાથી અને બીજામાંથી ત્રીજા એકાઉન્ટમાં રૂપિયા જમા થઈ જાય છે. જેથી મુળ આરોપીઓ સુધી પહોંચી શકાતું નથી.

- Advertisement -

વેબસાઈટ અને અખબારોમાં આવતી જાહેરાતો જોઈને તેની ખરાઈ કર્યા વિના તેમનો સંપર્ક કરો છો, તો કોઈને કોઈ રીતે તમારી પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે. હાલ સાયબર ટોળકીનો સોફ્ટ શિકાર નોકરીની શોધમાં રહેલા વ્યક્તિઓ છે. એટલા માટે જો તમે પણ નોકરીની શોધમાં આવી વેબસાઈટ કે અખબારની જાહેરાતથી સંપર્ક કરો છો તો પૈસાની લેવડ-દેવડ કરશો નહી. તેમ છતાં પણ તમે સાયબર ફ્રોડનો શિકાર બનો છો. તાત્કાલીક બેંકને જાણ કરો અને પોલીસને જાણ કરો. જેથી તમે મોકલેલા રૂપિયાને ફ્રિઝ કરીને પરત મેળવી શકાય.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular