Wednesday, July 8, 2026
HomeGujaratRajkot"મમ્મી-પપ્પા માફ કરશો, પેપર નબળા ગયા છે" ચિઠ્ઠી લખીને MBBSના વિદ્યાર્થીએ કરી...

“મમ્મી-પપ્પા માફ કરશો, પેપર નબળા ગયા છે” ચિઠ્ઠી લખીને MBBSના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: પરિક્ષામાં પેપર નબળું જતાં અને પરિક્ષામાં નાપાસ થતાં કેટલાક વિદ્યાર્થીઓ નાસીપાસ થઈને આપધાત કરી લેતા હોવાના અનેક કિસ્સા અગાઉ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં (Rajkot) વધુ એક વિદ્યાર્થીએ આપધાત (Medical Student Suicide) કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મેડિકલનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ પેપર નબળા ગયા હોવાની ચિઠ્ઠી (Suicide Note) લખીને ગળેફાંસો ખાઈને આપધાત કરી લીધો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ જિલ્લામાં મુરલીધર કોલેજમાં MBBSનો અભ્યાસ કરતાં 22 વર્ષીય વશિષ્ઠ પટેલ નામના યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ વિદ્યાર્થી મુળ સાબરકાંઠા જિલ્લાનો વતની હતો અને રાજકોટની ત્રંબામાં આવેલી ધર્મભક્તિ હોસ્ટેલમાં રહીને તબીબી અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીના પરિક્ષાના પેપર નબળા જતાં તે ચિંતીત હતો અને તેને લઈને જીવન ટુંકાવી દીધુ હતું.

- Advertisement -

હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ લેતા સમગ્ર બનાવની જાણ પોલીસને કરવામાં આવતા આજીડેમ પોલીસનો કાફલો હોસ્ટેલ પર પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, તાજેતરમાં 26 એપ્રિલના રોજ કોલેજની પરિક્ષામાં પેપર સારા ન જતાં વિદ્યાર્થી ટેન્શનમાં આવી જતાં આપધાત કરી લીધો હતો. વિદ્યાર્થીના રૂમમાંથી પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં “મમ્મી-પપ્પા માફ કરશો, પેપર નબળા ગયા છે” તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ નિવૃત મામલતદારની પુત્રીએ પણ જાહેરમાં અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી લીધી હતી. હેતલ ભોજાણી નામની યુવતી MBBSનો અભ્યાસ કરી રહી હતી તેણે રાત્રે 3 વાગ્યાની આસપાસ રાજકોટની ઋષિ વાટિકા સોસાયટી રોડ પાસે જાહેરમાં અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી લીધી હતી. જેમાં MBBSનું સર્ટીફિકેટ આવવામાં વિલંબ થવાના કારણે યુવતી આપધાત કર્યું હોવાનું સામે આવ્યું હતું.

TAG: Rajkot Crime News, Rajkot Medical Student Suicide, Student Suicide Note

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular