Saturday, April 18, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદનાં વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરનારા વલસાડના આરોપીની અમદાવાદ આર્થિક ગુના નિવારણ...

અમદાવાદનાં વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરનારા વલસાડના આરોપીની અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા(EOW)એ કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી છેતરપિંડી અને ઠગાઈની ઘટનાઓ સતત વધી રહી છે, તેની સાથે પોલીસ પણ આવા ઠગોને જેલ હવાલે કરવા માટે સતર્ક બની છે. આવી નાણાકીય છેતરપિંડીના નિવારણ માટે પોલીસમાં એક ખાસ વિભાગ હોય છે જેનું નામ છે EOW (Economic Offences Wing). આ વિભાગનું મુખ્ય કામ નાણાકીય છેતરપીંડીના કેસ હોય તેની તપાસ કરવાનું છે. અમદાવાદનાં (Ahmedabad) એક પેપરના વેપારી સાથે થયેલી આવી જ એક 3 કરોડથી મોટી છેતરપિંડીનો કેસ (Fraud Case) આજે EOW દ્વારા ઉકેલવામાં આવ્યો છે અને આરોપીની વલસાડથી (Valsad) ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક જાણકારી મુજબ, આરોપી વિમલ પટેલ વલસાડમાં પેપર લે-વેચનો વ્યવસાય કરે છે. પોતાના ધંધા માટે વિમલ પટેલે ફેબ્રુઆરી 2022થી મે 2022 સુધી અમદાવાદનાં પારસ પેપર્સ અને મયુર પેપર્સ નામની કંપની પાસેથી 4 કરોડ અને 70 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો હતો. આ માલ ખરીદ્યા બાદ વિમલ પટેલ માત્ર 1 કરોડ અને 15 લાખ રૂપિયા ચુકવ્યા હતા, જ્યારે 3 કરોડ અને 5 લાખ રૂપિયા આપવાના બાકી હતા. અમદાવાદનાં વેપારીએ બાકીના પૈસા લેવા માટે ઉઘરાણી કરી ત્યારે વિમલ પટેલે 8 ચેક આપ્યા હતા.

- Advertisement -

વિમલ પટેલે આપેલા ચેક રિટર્ન થતાં અમદાવાદનાં વ્યાપારીએ કોર્ટ દ્વારા કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી હતી. તેમ છતાં વિમલ પટેલે બાકીની રકમ ન ચૂકવતા અમદાવાદનાં વેપારીએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના EOW વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. EOW દ્વારા તપાસ કરતાં આરોપી વિમલ પટેલની વલસાડથી ધરપકડ કરી છે.

આ અંગે વાત કરતાં EOW વિભાગના ACP એમ. એન. ચાવડાએ જણાવ્યું હતું કે, “અમદાવાદનાં વેપારીની ફરિયાદના આધારે વલસાડથી આરોપી વિમલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ બાદ પૂછપરછ કરવામાં આવી રહી કે, આરોપીએ અન્ય કોઈ વેપારી સાથે આવી છેતરપિંડી કરી છે કે નહીં. ઉપરાંત હાલ તેના રિમાન્ડ મેળવવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular