નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં(Rajkot) રિલ્સ બનાવવાની ઘેલછામાં યુવાનો કાયદાનો સતત ભંગ કરતા જણાય છે. અગાઉ કેટલાક કિસ્સામાં રિલ્સના કારણે યુવાનો પોલીસ કાર્યવાહીનો શિકાર બન્યા છે. ત્યારે ફરી આવી વિવાદીત રિલ્સ સામે આવી છે જેમાં યુવાન કમરે બંદૂક ટાંગી(Makes Reels With revolver) કારના બોનેટ પર બેઠેલો જણાય છે. આ વાયરલ વિડીયોમાં (Viral Video) દેખાતો યુવાન ભાજપના મહિલા કોર્પોરેટરનો (BJP Corporator) હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. વળી સોશિયલ મીડિયા પર આ રિલ સામે આવતા જ પોલીસ(Rajkot Police) કાર્યવાહી માટે માગણી થવા લાગતા રિલનો મામલો ટૉક ઑફ ધ ટાઉન બન્યો છે.

રાજકોટમાં અગાઉ અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં સોશિયલ મીડિયાની રિલ્સ બનાવવા માટે યુવાનો લૉકઅપની હવા ખાતા થઈ ગયા છે. આવા કિસ્સામાં માત્ર યુવક જ નહીં પણ યુવતીઓ પણ પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. ત્યારે આવી વધુ એક વિવાદીત રિલ સામે આવતા વાયરલ બની છે. જેમાં શહેરના વોર્ડ નંબર 6ના ભાજપના મહિલા કોર્પોરેટર દેવુબેન જાદવનો પુત્ર નિલેશ જાદવ હોવાનું સામે આવ્યું છે. નિલેશ જાદવે રોફ જાડતી રિલ બનાવવા માટે પિતાની પરવાના વાળી બંદૂક કમરે લગાવી હતી અને કારના બોનેટ પર ચઢી સીન જમાવ્યો હતો. આ રિલ્સમાં આસપાસ નિલેશના મિત્રો પણ બેઠેલા જણાય છે.

ભાજપના કોર્પોરેટરના પુત્રની આ રિલ્સ સામે આવતા શહેરમાં વિવિધ ચર્ચાઓ જાગી હતી. નગરજનો સવાલ પેદા કરતા જોવા મળ્યા કે, પિતાના પરવાના વાળી બંદૂક યુવક પાસે કેવી રીતે પહોંચી. વળી આ પુત્ર ભાજપના નેતાનો હોય તેના વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી થશે કે નહીં તેવો પણ ગણગણાટ નગરજનોમાં જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર પોલીસે આ વિડીયો રિલ મામલે કાર્યવાહીની શરૂઆત કરી છે. પોલીસ મામલાની તપાસ કરી ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર મનસુખ જાદવ અને તેના પુત્ર નિલેશ જાદવ વિરૂધ્ધ કાર્યવાહી કરી શકે છે. ત્યારે કેટલાક લોકોનું માનવું છે કે ભાજપના નેતાઓ આ મામલાની પતાવટ માટે પણ પોલીસનો સંપર્ક કરતા થયા છે અને મામલો રફેદફે કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે આ મામલે કાયદો કાયદાનું કામ કરે છે કે ભાજપના નેતાઓની મનમાની કાયદાને કામ કરતો અટકાવી શકે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796