Friday, June 5, 2026
HomeGujaratRajkotરાજકોટ અલ-કાયદા સાથે જોડાયેલા આરોપીઓને લઈ ATS SPએ કર્યા મોટા ખુલાસા

રાજકોટ અલ-કાયદા સાથે જોડાયેલા આરોપીઓને લઈ ATS SPએ કર્યા મોટા ખુલાસા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: આજે રાજકોટમાં (Rajkot) ગુજરાત ATSએ (Gujarat ATS) મોટુ ઓપરેશન પાર પાડી આંતકી સંગઠન અલ-કાયદા (Al-Qaeda) સાથે સંકાળાયેલા 3 આરોપીઓને રાજકોટના સોની બજારમાંથી પકડી પાડ્યા હતા. જ્યાં તેઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા ગુજરાત ATSએ સક્રિયતા દાખવી આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં આરોપીઓ પાસેથી હથિયાર, સ્માર્ટફોન અને રેડિકલ ચીજવસ્તુઓ પણ જપ્ત કરી છે. આ મામલે ગુજરાત ATSએ પ્રેસ કોન્ફરન્સ કરી આરોપીઓને લઈને મોટા ખુલાસા કર્યા છે.

gujarat ats
gujarat ats

ગુજરાત ATSના SP પ્રકાશ જાટે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, આજે સવારે રાજકોટ અને અમદાવાદ ATSની ટીમ દ્વારા સોની બજારમાં કામ કરતા અને પ્રતિબંધિત આતંકી સંગઠન અલ-કાયદ સાથે સંકળાયેલા અબ્દુલ સકુર અલી, અમન મલેક અને શેખ નવાઝ અબુસાહીક નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જે સોની બજાર વિસ્તારમાં રહી સોનાની કામગીરી કરતા હતા. આ ત્રણેય આરોપી મૂળ પશ્રમિ બંગાળના રહેવાસી છે, જેમાં ત્રણેય કટ્ટરપંથી વિચારધારા સાથે જોડાયેલા હતા અને અલ-કાયદા માટે કામ કરતા હતા. ATSના DySPને મળેલી ચોક્કસ બાતમીના અધારે ત્રણ દિવસ સુધી આરોપીઓ પર વોચ રાખી હતી. આજે સવારે ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ કરતા ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં આરોપી અમન મલેક એક વર્ષથી ટેલિગ્રામના માધ્યમથી બાગ્લાંદેશના તેમના હેન્ડર અબુ તલાહ ખુરાસાનના સંપર્કમાં હતો અને અન્ય યુવાનોના માઈન્ડ વોશ કરી આતંકી સંગઠમાં જોડાવા માટે કામગીરી કરતા હતા.

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ દ્વારા ટેલિગ્રામ જેવી એપનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમજ હથિયારો કેવી રીતે ચલાવવા તે માટે ટેલિગ્રામના માધ્યમથી ટ્રેનિંગ મેળવતા હતા. આરોપી પાસેથી હથિયાર તેમજ રેડિકલ પુસ્તકો પણ મળી આવ્યા હતા. હાલ આરોપી પાસેથી મળેલા હથિયારનું શું કરવાના હતા ટે જાની શકાયું નથી. તેનો હેન્ડલર તેને હથિયાર અંગે સૂચના આપવાનો હતો. આરોપી અમન 1 વર્ષ પહેલા પશ્રમિ બંગાળથી રાજકોટ આવ્યો હતો અને સોની બજારમાં કામ કરતો હતો. તેમજ આરોપી અમને તેની સાથે અન્ય કટ્ટરપંથી માનસિકતા ધરાવતા હોય તેવા લોકોને જોડાવાના પ્રયાસો કરતો હતો. ત્યાર બાદ અબ્દુલ સકુર અલી અને શેખ નવાઝને પોતાની સાથે જોડ્યા હતા અને તેમના બ્રેઈન વોશ કરી આતંકી સંગઠનમાં જોડાવવા પ્રેરિત કર્યા હતા. તેમજ ધીમે-ધીમે અન્ય માણસોને પણ સંગઠનમાં જોડાવા માટે ગ્રૂપ બનાવ્યા હતા.

તેમજ આરોપીની તપાસમાં તેની પાસેથી સેમી ઓટોમેટિક પિસ્તોલ મળી આવી હતી અને 5 સ્માર્ટફોન પણ મળી આવ્યા હતા. સાથે જ ઘણી બધી રેડિકલ વસ્તુઓ મળી આવી હતી. તેમજ તે પોતાના હેન્ડલર સાથે ટેલિગ્રામ એપ સાથે વાતચીત કરતા હતા. તેની ગૂગલ સર્ચ હિસ્ટ્રીમાંથી ઘણી બધી એવી વસ્તુઓ મળી આવી છે જેમાં કેવી રીતે હથિયારો ચલાવાના છે, કેવી રીતે AK 47 ચલાવાની છે. તે તમામ વસ્તુઓ ગૂગલ સર્ચ હિસ્ટ્રીમાંથી મળી આવી છે. તેમના ફોનમાંથી ઘણાબધા કટ્ટરપંથી વાળા વિડીયો-ફોટો સહિતના મટિરિયલ મળી આવ્યા છે. તેમજ ફોનમાથી ડિલીટ કરેલી વસ્તુઓ પણ રિકવર માટે પ્રયાસો ચાલી રહ્યા છે. આ મામલે આરોપીઓ સામે 121A આર્મ્સ એકટની કલમ 25(1)BA મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યા છે. હાલ આરોપી પાસે આ હથિયાર ક્યાંથી કોણે આપ્યા તે બાબતે ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેના હેન્ડલર પાસેથી આગળ શું કરવું કેવી રીતે કરવું તે તમામ બાબતે સૂચના મળવાની હતી. હાલ ATS આ ત્રણ આરોપી સિવાય ગુજરાત અન્ય કોઈ તેમના સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular