નવજીવન ન્યૂઝ. સુરત: Surat Crime News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હોય તેવી રીતે રોજ અલગ-અલગ જિલ્લાઓમાંથી હત્યાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે સુરતના (Surat) રાંદેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં મિત્રએ જ મિત્રની લાકડાનો ફટકો મારી હત્યા કરી છે. આ મામલે રાંદેર પોલીસે (Rander Police) ત્રણ જેટલા આોરોપીની ધરપરડ કરી હત્યાનો અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે સોમવારની રાત્રે રાંદેર વિસ્તારમાં રહેતા સુમન, અરવિંદ, રઘુ અને ભૂરો આમ ચાર જેટલા મિત્રોએ જમવા જવા માટે પ્લાન બનાવ્યો હતો. જેમાંથી ત્રણ મિત્રો જમવા માટે નીકળી ગયા હતા અને તેમના સાથે રહેલા ભૂરાને જમવા માટે નહીં લઈ જતા ભૂરો ખૂબ જ ઉશ્કેરાયો હતો અને સોમવારે રાત્રિ દરમિયાન તાડવાડી વેલકમ ટાવર પાસે જમવા ગયેલા અન્ય ત્રણ મિત્રોને અભદ્ર ગાળો આપી હતી. જે બાદ મામલો ઉગ્ર બનતા ત્રણ મિત્રમાંથી એક મિત્રએ તેના પાસે પડેલા લાકડા વડે ભૂરાના માથે જોરદાર ફટકો કર્યો હતો. જેના કારણે ભૂરો બેભાન હાલતમાં રોડ પર ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળાટોળા ઉમટી પડ્યા હતા, તે દરમિયાન ત્રણ આરોપીઓ ભાગી ગયા હતા. ટોળામાં ઉભેલા લોકોએ એમબ્યુલેન્સ મારફતે ભૂરાને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યાં તેની ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ રાંદેર પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમજ આ મામલે મૃતકના પરિવારને જાણ કરાતા તેઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. સામાન્ય માથકૂટમાં યુવકના મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. આ મામલે મૃતકના પરિવારે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી સુમન, રઘુ અને અરવિંદની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








