નવજીવન ન્યૂઝ.રાજસ્થાનઃ રાજસ્થાનના અલવર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. બહરોડ ખાતે એક વિદ્યાર્થીએ ફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું છે. જાણકારી પ્રમાણે ગ્રમ ગુંતી નિવાસી હાલ વોર્ડ નં. 2માં રહેતા રોહિતે શુક્રવારે સાંજે ફાંસો ખાઈ લઈ જીવન લીલા સંકેલી લીધી હતી. છાત્ર દ્વારા પોતાની માતાએ સ્કૂલ ડ્રેસ અપાવવામાં મોડી થવાના કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું.
બાળક ફાંસો લગાવતા પહેલા એક અંતિમચીઠ્ઠી લખી ગયું હતું. તેમાં તેણે લખ્યું હતું કે, સ્કૂલ માટે હવે તેમે ક્યારેય મોડા પડશો નહીં, દુનિયાનું સૌથી મોટું બર્થડે ગીફ્ટ મમ્મી જી. મૃતક બાળક ત્યાંની એક ખાનગી શાળાના દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેની માતા ભગવાડીના રાઉમાવિમાં શિક્ષક છે જે બહરોડના વોર્ડ નં.2માં ઓમ હોસ્પિટલ કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતી હતી.
મૃતક વિદ્યાર્થીની એક બહેન પણ છે જે મામાના ત્યાં રહીને ધોરણ 12નો અભ્યાસ કરે છે. પોલીસનું કહેવું છે કે, સૂચના મળતા જ ઘટનાસ્થળ પર અમે પહોંચી ગયા અને સ્થળ તપાસ કરી હતી. જ્યાં સ્થળ પરથી પોલીસને એક અંતિમચીઠ્ઠી મળી આવી હતી જે તે તેની માતાને સંબોધીને લખી હતી. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી પરિજનોને સોંપી દીધી હતી.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]








