Friday, April 26, 2024
HomeGujaratલોકરક્ષક ભરતી-2018ની ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેરઃ 1327 પુરૂષો અને 1112 મહિલાઓને મળ્યું...

લોકરક્ષક ભરતી-2018ની ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેરઃ 1327 પુરૂષો અને 1112 મહિલાઓને મળ્યું સ્થાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ આખરે ગુજરાતના હજારો યુવાનો માટે ખુશીના સમાચાર સામે આવી ગયા છે. જેમ મોર વરસાદની કાગડોળે રાહ જોતો હોય છે તેમ સરકારના વાયદા બાદ વિદ્યાર્થીઓ એલઆરડી વેઈટિંગ લિસ્ટની રાહ જોઈ રહ્યા હતા તે આજે જાહેર કરી દેવામાં આવી છે. આઈપીએસ વિકાસ સહાયે આ અંગેની માહિતી ટ્વિ્ટ કરીને આપી છે.

LRDના ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. લોકરક્ષક ભરતી-2018ની ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટ https://lrbgujarat2018.in વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. IPS વિકાસ સહાયે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, 1327 પુરૂષ અને 1112 મહિલા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -

લોકરક્ષક કેડર-2018 ભરતી મુજબ પુરૂષ ઉમેદવારો માટે 10/12/2019 ના રોજ જાહેર થયેલા આખરી પરિણામ તેમજ મહિલા ઉમેદવારો માટે 24/04/2020ના રોજ જાહેર થયેલા આખરી પરિણામમાં સામેલ ન થયા હોય તેવા ઉમેદવારોની મેરીટ યાદીને ધ્યાનમાં લઈને વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેઇટિંગ લિસ્ટમાં જે પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં ST DV PENDING જણાવ્યું છે તે ઉમદેવારોના ST અંગેના પ્રમાણપત્રો આદિજાતિ વિકાસ વિભાગનાઓ હસ્તક તપાસ હેઠળ છે. તપાસ પૂર્ણ થયા બાદ જે નિર્ણય કરવામાં આવશે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

2018માં કુલ 12198 જગ્યા ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાઇ હતી. 2020 માં પરિણામ જાહેર થયું હતું. ત્યારે વેઇટીંગ લિસ્ટ ન હતું. વેઇટીંગ લિસ્ટ જાહેર કરવા માટે વિદ્યાર્થીઓએ અનેક આંદોલન કરીને સરકાર સામે રજૂઆત કરી હતી. જો કે થોડાક મહિનાઓ અગાઉ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને વેઇટીંગ લિસ્ટ જાહેર કરવાની બાંહેધરી આપીને વિદ્યાર્થીઓના મોઢા મીઠાં કરાવ્યા હતા. જો કે વેઇટીંગ લિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયામાં થોડો વધુ સમય લાગી જતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને સોશિયલ મીડિયામાં સરકાર સામે આક્રોષ ઠાલવતા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular